કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કોરોના મહામારી અંગે પત્રકાર પરિષદ યોજી રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા..રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિ ખુબજ ગંભીર હોવાના કારણે લોકોમાં ડર નો માહોલ છે.. રાજ્ય સરકારે તાતકાલિક કોરોનાના દર્દીઓ માટેની બેડ, ઇન્જેક્શનો અને ઓક્સિજન અંગે કેટલી સગવડતાઓ છે.તેના અંગે શ્વેત પત્ર જાહેર કરી પ્રજાને સાચી હકીકતની જાણ કરવી જોઈએ… રાજ્ય સરકાર કોંગ્રેસ પક્ષને લોકોને મદદ કરવા માટે દસ હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો આપવા કહ્યું.. કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યની પ્રજા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો..
જે પણ લોકોને મદદ ની જરૂર હોય તેઓ કોંગ્રેસ પક્ષ પાસે મદદ માંગી શકે છે..તમામ ને કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકાર અને કલેકટર પાસે મદદ પોહનચડવા મદદ કરીશું.. રાજ્ય માં બે દિવસનું વિકેન્ડ કરફ્યુ માટે અમિત ચાવડાનું મહત્વપૂર્ણ નિવેદન..રાજ્ય સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી જોઈએ અને ત્યાર પછી જે પણ યોગ્ય નિણર્ય હોય તેના પર અમલ કરવો જોઈએ.. રાજ્યમાં પ્રથમ અમદાવાદ અને સુરતમાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે…તેના માટે મ્યુન્સીપલ કમિશનર પાસે મંજૂરી માંગી છે. રાજ્યમાં તબક્કાવાર અમદાવાદ સુરત પછી બીજા શહેરોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.. હેલ્પ લાઇન નમ્બર પર 90999 0 2255 પર કોલ કરી મદદ મેળવી શકશે.. રાજ્ય સરકારે લોકોને તમામ ટેસ્ટિંગથી લઈ રેમદેસિવિર ઇન્જેક્શન અને અને સારવાર માટે પૂરતી મદદ અને હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરવી જોઈએ..અમિત ચાવડા