કેનેડા જતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તા. 20મી નવેમ્બર, 2024 ના રોજ સેમિનારનું આયોજન

કેનેડા જતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તા. 20મી નવેમ્બર, 2024 ના રોજ સેમિનારનું આયોજન

Views: 4
0 0
Spread the love

Read Time:4 Minute, 27 Second

GCCI-NRG સેન્ટર, અમદાવાદ ગુજરાત સ્ટેટ NRG ફાઉન્ડેશન-ગાંધીનગર સાથે ભારત થી કેનેડા જતા વિદ્યાર્થીઓને તેમના આગળના અભ્યાસ માટે કેનેડા સરકાર દ્વારા બદલાતા નિયમો વિષે માહિતી પુરી પાડવા સેમિનારનું આયોજન થયું હતું.

આ સેમિનારમાં સ્વાગત પ્રવચન કરતા GCCI ના માનદ મંત્રી ગૌરાંગ ભગતે, જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ તેઓના આગળના અભ્યાસ માટે કેનેડા ગયેલ તથા જવાના છે. તેઓ માટે ત્યાંની પરિસ્થિતિ વિષે માહિતી મેળવવી જરૂરી છે તેમણે જણાવ્યું હતું કે, હાલના તણાવગ્રસ્ત વાતાવરણને ધ્યાનમાં રાખીને GCCI NRG ટાસ્કફોર્સ દ્વારા આયોજિત કરવામાં આવેલ આ સેમિનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે

GCCI- NRG ટાસ્ક ફોર્સ ના ચેરમેન હિમાંશુ વ્યાસે, GCCIના માનદ્દ મંત્રી ગૌરાંગ ભગત, NB વિઝા વર્લ્ડ પ્રા. લી. ના મેનેજીંગ ડિરેક્ટર જનક નાયક અને લેખક, પત્રકાર અને સમાજસેવક, રમેશ તન્ના નો પરિચય આપ્યો હતો. તથા GCCI- NRG ટાસ્ક ફોર્સ ના ચેરમેન હિમાંશુ વ્યાસે ગૌરાંગ ભગત, જનક નાયક, રમેશ તન્ના, નું સન્માન કરવામાં આવ્યું હતું. અને સેમિનાર વિષે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, આ આપનો કોઈ રાજકીય બાબતે સેમિનાર ન હોવાથી એ રાજકીય બાબતે ચર્ચા કરવામાં નહિ આવે. આપણે કેનેડા માં વિઝા અને PR થવા માટે નિયમો બદલાયા છે તથા વિઝામાં થતા ફ્રોડ વિષે વિસ્તૃત માં માહિતી આપવા માટે આ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જણાવતા કહ્યું કે, NB વિઝા વર્લ્ડ પ્રા. લી માં એક કોલ સેન્ટર FREE માં સેવા કેનેડાના વિદ્યાર્થીઓ તથા આપણા ભારતીયો માટે કોઈપણ સમસ્યા ના ઉપાય માટે ચાલુ કરવામાં આવવી જોઈએ.શ્રી જયકિશન જાદવાણી, કમિટી મેમ્બરે GCCI NRG ટાસ્કફોર્સ દ્વારા NRG ભારતીયોને મદદરૂપ થવા યોજવામાં આવતી અનેકવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી પુરી પાડી હતી.

સેમિનારમાં વક્તા NB વિઝા વર્લ્ડ પ્રા. લી. ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી જનક નાયકે, આગળના અભ્યાસ માટે કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓને વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. તેઓના માહિતીપ્રદ સંબોધનમાં તેમણે ઇન્ટેક કેપ, વર્ક પરમિટ, કેનેડામાં રહેવા અંગે આવતો ખર્ચ, વિદ્યાર્થી ડાયરેક્ટ સ્ટ્રીમ, વિઝા અંગે વિવિધ ઔપચારિકતાઓ, કેનેડામાં વિદ્યાર્થીઓને માન્ય કામના કલાકો તેમજ કેનેડાના વિવિધ પ્રાંતો ખાતે તેઓના વિવિધ નિયમો જેવા અનેકવિધ પાસાઓ બાબતે માહિતી પૂરી પાડી હતી.સેમિનારમાં અતિથિ લેખક, પત્રકાર અને સમાજસેવક, રમેશ તન્નાએ તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો હતો, દરિયાપાર વિધાર્થીઓને નિયમો બદલાવાથી તથા રાજકીય બાબતો ના તનાવ ના કારણે ઘણી તકલીફો પડી રહી છે, ત્યાં વિદ્યાર્થીઓને નોકરી ગુમાવવી પડી છે અથવા તો મળી નથી રહી તેના કારણે વિદ્યાર્થીઓ આર્થિક રીતે તકલીફો પડી રહી હોવાથી ત્યાં વિદ્યાર્થીઓ માનસિક ડિપ્રેશન માં આવી ગયેલ છે, તેથી આ સમસ્યાઓના ઉકેલ માટે મદદરૂપ થાય એવા સેમિનારનું આયયોજન કરવામાં આવ્યું છે.NRG ટાસ્કફોર્સ સભ્ય જયેશ પરીખ દ્વારા આભાર વિધિ બાદ વાર્તાલાપ પૂર્ણ થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
Ahemdabad News દેશ વિદેશ