એસ.પી.નો સપાટો… હવે કોનો વારો…? ટોક ઓફ ધ સ્ટેટ…!
જામનગરમાં એચ.પી. દિપેન ભદ્રન અને તેની ટીમે ભૂમાફિયા જયેશ પટેલના કથિત સાગરિતોને ઝડપી લીધા અને મોટા માથા ગણાતા વિવિધ ક્ષેત્રના દિગ્ગજો અને શાસકપક્ષ સાથે સંકળાયેલા નેતાઓ સહિતના આરોપીઓને ગુજસીટોક તથા આઈપીસીની કલમો લગાડીને સકંજામાં લીધા તેની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.
ગઈકાલે સાંજે ચારના સુમારે રાજકોટ રેન્જના આઈ.જી. સંદીપસિંઘે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, અને ભૂમાફિયા જયેશ પટેલના ૧૩ સાગરિતો સામે કાનૂની કાર્યવાહીની વિગતો આપી હતી. તેમણે જામનગરમાં
પ્રથમ વખત ગુજસીટોક કાનૂનનો ઉપયોગ કરાયો હોવાનું જણાવીને જયેશ પટેલ લોકો પાસેથી કેવી રીતે ખંડણી ઉઘરાવતો અને નકલી કાગળો ઊભા કરીને કેવી રીતે લોકોની જમીનને હડપ કરી લેતો હતો, તેનું વર્ણન કર્યુ હતું. તેમણે આ અંગે એફઆઈઆર નોંધીને દિપેન ભદ્રનની ટીમે આઠની ધરપકડ કરી હતી, તેની માહિતી આપતા આ ગુન્હામાં લાગેલી કલમો અને સંલગન બાબતે પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે, કેટલીક બાબતો તપાસ થી તે કહી શકાય તેમ નથી. તેમણે ત્રણ-ચાર બીજા સાગરિતોના નામો ગુપ્ત રખાયા હોવાનો સંકેત આપતા હવે આ નામો અંગે ચર્ચા થઈ રહી છે, અને અટકળોનું બજાર ગરમ છે. હજુ વધુ મોટા મગરમચ્છોના નામ જાહેર થશે…? તેવા સવાલો ઉઠી રહ્યાં છે.
આ અંગે થોડા દિવસો પહેલા ટ્વીટ કરીને ચર્ચામાં આવેલા સંસદસભ્ય પરિમલભાઈ નથવાણીએ જામનગર પોલીસની આ કામગીરીને બિરદાવીને રેન્જ આઈ.જી. સંદીપસિંઘની મદદને પણ આવકારી હતી. તેમણે થોડા દિવસોમાં જયેશ પટેલ પણ પકડાય જશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.
આ સમગ્ર ઘટનાક્રમ માત્ર ‘ટોક ઓફ ધ ટાઉન’ નહીં, પરંતુ ‘ટોક
જામનગરના નગરજનો માટે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે, કે જયેશ પટેલ અને તેની ગેંગને ઝડપવા લેવાયા છે, તેવા જ પગલા અન્ય લુખ્ખાઓ, વ્યાજંકવાદી અને અસામાજિક તત્ત્વો સામે ઉઠાવાશે ખરા…? જામનગરમાં ગેરકાયદે દેશી શરાબ બનતો કે વેંચાતો હોય તેને બંધ કરાવવા, નગરમાં ફેલાયેલા અજ્ઞાત ડરનો માહોલ હટાવવા અને અન્ય ક્ષેત્રની ગુનાખોરી ઘટાડવા અને શાંતિ, સલામતી-સુરક્ષાની દૃષ્ટિએ પ્રજાને સતત પરેશાન કરતા તમામ પ્રશ્નો અંગે જાણકારી મેળવીને તે ઉકેલવા માટે પણ એસ.પી.દિપેન ભદ્રનની ટીમ ત્રાટકશે, તેવો વિશ્વાસ પણ હવે જનતામાં જાગી રહ્યો છે.
જામનગર આમ તો શાંતિપ્રિય નગર છે, પરંતુ ભૂમાફિયાઓ, લુખ્ખાઓ, અસામાજિક પરિબળો, વ્યાજંકવાદીઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરીને ગુજરાન ચલાવતા તત્ત્વોના કારણે હમણાંથી બદનામ થઈ રહ્યું છે. લોકોમાં એવી ચર્ચા છે કે એસ.પી.ની ટીમ ભૂમાફિયાઓ પછી હવે કોનો વારો કાઢશે?
આજથી મા શક્તિના નવલા નોરતા શરૃ થાય છે, ત્યારે ‘નોબત’ પરિવાર અને માધવાણી પરિવાર ‘નોબત’ના પ્રિય વાચકો, વીડિયો સમાચારના દર્શકો, વિજ્ઞાપનકારો, પત્રકારો, પ્રતિનિધિઓ શુભેચ્છકો સહિત સૌ કોઈને નવરાત્રિની શુભકામનાઓ પાઠવે છે.