ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે:- હરદીપસિંહ પૂરી
હરદીપસિંહ પૂરી એ જણાવ્યુ કે, આજે મારુ સૌભાગ્ય છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ની સરકારનું 11મુ બજેટ અને કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીનું 7મુ બજેટ રજૂ થયું છે તે સંદર્ભે આપ સૌની વચ્ચે આવીને ચર્ચા કરવાનો અવસર મળ્યો છે. આદરણીય મોદી સાહેબે જ્યારે વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યું ત્યારે ભારત દેશની અર્થવ્યવસ્થા 10 અથવા 11માં નંબર પર હતી ત્યારે કહેવાતું હતું ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક છે. આજે આપણી અર્થવ્યવસ્થાએ GDP ક્ષેત્રમાં 4 ટ્રિલિયન ડોલરની નજીક છે. હમણાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા 2027 સુધી 3જા સ્થાન પર પહોંચી જશે.
ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તરફથી એક સ્ટેટમેન્ટ કહે છે કે, ભારતની અર્થવ્યવસ્થા 2027 સુધી 3જા સ્થાન પર પહોંચી જશે હરદીપસિંહ પૂરી કહ્યુ હું ચોક્કસ કહીશ કે મોદી સરકારના આ 11 બજેટ સુવ્યવસ્થિત સર્વસમાવેશી રજૂ ન થયા હોત તો આજે અર્થવ્યવસ્થા 5માં સ્થાને અને આજે ત્રીજા સ્થાન પર પહોંચવા જઈ રહી છે તે સંભવ ન થયુ હોત:- હરદીપસિંહ પૂરી
હરદીપસિંહ પૂરી એ વધુમાં જણાવ્યુ કે, બજેટ જ્યારે રજૂ થાય છે ત્યારે સૌને કોઈ ના કોઈ અપેક્ષાઓ હોય છે, ત્યારે લોકો અનુમાનો કરે છે પરંતુ બજેટ અંતિમ વિશ્લેષણ છે. હું ચોક્કસ કહીશ કે મોદી સરકારના આ 11 બજેટ સુવ્યવસ્થિત સર્વસમાવેશી રજૂ ન થયા હોત તો આજે અર્થવ્યવસ્થા 5માં સ્થાને અને આજે ત્રીજા સ્થાન પર પહોંચવા જઈ રહી છે તે સંભવ બનવું મુશ્કેલ હતું. હું માનું છું કે આ ભૌતિક એકત્રીકરણ વાળું બજેટ એ ખાસ છે કારણ કે, જે રીતે ભારતે મહામારીનો સામનો કર્યો છે પ્રશંસનીય છે કારણ કે હજુ ઘણા દેશો છે જે બહાર નથી નીકળી શક્યા. મોદી સરકારે 220 કરોડથી વધારે વેક્સિનના ડોઝ બનાવ્યા અને મફતમાં દરેક દેશવાસીઓને આપ્યા છે. હરદીપસિંહ પૂરીજીએ જણાવ્યુ કે, આજે ભારતનું GDP પણ આગળ વધી રહ્યું છે, વિશ્વભરમાં રેંકિંગ પણ વધી રહી છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આવનાર સમય ભારતનો સુવર્ણ સમય હશે. ભારતમાં વિશ્વની તુલનામાં પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી ઓછા થયા છે. ઉપલબ્ધતા અને સુલભતા બંને સ્થિરતા ત્રણેય મહત્વના છે. વિપક્ષ કઈક અલગ જ વાતો કરે છે કે તમે માત્ર બે રાજ્યોને જ લાભ આપ્યા છે. કોઈક એમને પૂછો કે “રાજ્ય પુનર્ગઠન અધિનિયમ” વખતે કોની સરકાર હતી દિલ્લીમાં હતી. રજૂ થયેલ બજેટ એ “ફર્સ્ટ ક્લાસ” બજેટ છે. મોદી સરકારે દેશના તમામ નાગરિકો માટેની સુવ્યવસ્થિત યોજનાઓ બનાવી છે અને પ્રજા સુધી પહોંચે છે જેમકે, હમણાં જ મહિલાઓને લોકસભા તેમજ વિધાનસભામાં 33% આરક્ષિત કરવામાં આવી છે. માત્ર શહેરી વિકાસ જ નહીં મોદી સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પણ 2.66 લાખ કરોડ તેમજ મુદ્રા લોનમાં વધારો કરી 10 લાખની જગ્યાએ 20 લાખ કરવામાં આવી આવી ઘણી બધી યોજનાઓમાં વધારો કરવામાં આવ્યો છે ઘણી નવી યોજનાઓ પણ પ્રજા સુધી પહોંચાડવા માટે ભાજપની સરકાર કટિબદ્ધ છે આ પ્રેસવાર્તામાં રાજ્ય સરકારના માન.મંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રદેશ મુખ્ય પ્રવકતા યમલભાઈ વ્યાસ, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશભાઈ દવે, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝૂબિનભાઈ આશરા ઉપસ્થિત રહ્યા હતા.