આણંદ જીલ્લા ઓડ શહેર મા પોલિયો દિવસ ની ઉજવણી
ઓડ શહેર મા પોલિયો દિવસ ની ઉજવણી — આણંદ જીલ્લા ના ઓડ શહેર મા પોલિયો દિવસ ૨૩ જૂન ના દિવસે નાના બાળકો ને પોલિયો રસી ના બે ટીપા પીવડાવવામા આવ્યા . ઓડ નગર પાલિકા ખાતે માજી પ્રમુખ ગોપાલભાઈ રાવલજી ના હસ્તે દિપ પ્રાગ્ટય કરી તથા તેમનુ સ્વાગત- સન્માન કરી કાર્યકમ ની શરુયાત કરવામા આવી . આ કાર્ય મા હેલ્થ વિભાગ સાથે સંકળાયેલ કાર્યકરો , આશા વકઁર બહેનો , આંગણવાડી બહેનો ખૂબ ઉત્સાહ થી આ કાર્ય મા જોડાયા . ઓડ શહેર મા નગરપાલિકા એ, મલાવભાગોળે , નવાપુરા , નોખાં એ, બાહેરા વિસ્તાર , ટેલીફોન ખરી પાસે , રણછોડપુરા , બાધીપુરા , સરકારી દવાખાનુ જેવા વિવિધ સ્થળો એ પાંચ વર્ષ થી નાના બાળકો ને પોલિયો ની રસી પીવડાવવામા આવી . પોલિયો ગંભીર બીમારી છે.
ઓડ નગર પાલિકા ખાતે માજી પ્રમુખ ગોપાલભાઈ રાવલજી ના હસ્તે દિપ પ્રાગ્ટય કરી તથા તેમનુ સ્વાગત- સન્માન કરી કાર્યકમ ની શરુયાત કરવામા આવી
મોટાભાગે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનાથી સંક્રમિત થાય છે. જેથી પોલીયોના વેક્સીનેશનના મહત્વ વિષે આ દિવસે જાગૃતતા ફેલાવવામાં આવી . દરેક બાળકને આ ભયંકર બીમારીથી બચાવવા વેક્સીન આપવા પર ભાર મુકવામાં આવે છે.પોલિયો એક ભયંકર બીમારી છે, જેનો ચેપ લાગે તો લકવો પણ થઈ શકે છે. તેથી બાળકોને સમયસર તમામ રસી આપવી ખૂબ જ જરૂરી છે. 2014માં ભારત પોલિયો મુક્ત દેશ બન્યો હતો પણ ફરી આ બિમારી ભારત દેશ મા ના થાય માટે પોલિયો ની રસી બાળકો ને આપવામા આવેછે. ઓડ શહેર મા પોલિયો ની રસી આપવાના કાર્ય સાથે સંકળાયેલા સૌનુ પ્રસંશીય કાર્ય છે તે ખરેખર બિરદાવવા લાયક કાર્ય છે —- એક રિપોર્ટ દિલીપભાઈ એસ. પટેલ.-ઓડ.( આણંદ).