લોકલ ટ્રેનો તો પાટા પર દોડશે, પણ તમામ લોકોને તેમાં મુસાફરીની પરવાનગી નથી
મુંબઇઃ કોરોના મહામારીને કારણે ઓક્સિજન પર ચાલી રહેલી મુંબઇની જીવાદોરી સમાન લોકલ ટ્રેનો (Mumbai Local Trains)હવે પૂર્વવત થઇ જશે. 29 જાન્યુઆરીથી 95 ટકા લોકલ ટ્રેનો શરૂ કરવાનો ભારતીય રેલવેએ નિર્ણય લીધો છે. પશ્ચિમ અને મધ્ય રેલવેની વધુ 204 લોકલ ટ્રેન ચાલુ કરવાની રેલવેએ જાહેરાત કરી દીધી
.રેલવેમંત્રી પિયૂષ ગોયલે મુંબઇના લાઇફ લાઇન કહેવાતી લોકલ ટ્રેનો (Mumbai Local Trains)અંગે મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે 29 જાન્યુઆરીથી 204 વધારામી લોકલ ટ્રેન શરૂ કરી દેવાશે. આ સાથે મુંબઇ લોકલની 95 ટકા ટ્રેન પાટા પર દોડતી થઇ જશે.
આ પણ વાંચોઃ રાજ્યમાં10-12 બાદ ધોરણ 9 અને 11ની સ્કૂલો પણ શરુ કરવા નિર્ણય લેવાયો
ટ્રેનોની સંખ્યા 2781થી વધીને 2985 થઇ જશે
ભારતીય રેલવે ના જણાવ્યા મુજબ 29 જાન્યુઆરીથી મુંબઇની ઉપનગરીય રેલવે સેવાઓ શરૂ કરવા નિર્ણય લેવાયો છે. તેથી ચાલુ લોકલ ટ્રેનોની સંખ્યા 2781થી વધીને 2985 થઇ જશે.