ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે લીલી ઝંડી આપી ફ્લાઇટનો પ્રારંભ

ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે લીલી ઝંડી આપી ફ્લાઇટનો પ્રારંભ

Views: 84
0 0
Spread the love

Read Time:4 Minute, 46 Second

રાજ્ય નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિ સાંસદ પૂનમબેન માડમ સાંસદ પૂનમબેન માડમ રાજ્ય સરકાર દ્વારા વધુ નવા રૂટને જોડવા કેંદ્રને અનુરોધ 

જામનગર તા.૨૬ ઓગસ્ટ, જામનગરને આજે વધુ એક નવી ઉડાન મળી છે. જામનગરના વિકાસમાં વધુ એક મોરપંખનો ઉમેરો કરતાં ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગરથી આજે જામનગર-બેંગલુરુ અને જામનગર-હૈદરાબાદ વિમાની સેવાનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા વર્ચ્યુઅલીફ્લેગ ઓફ કરાવી સેવાનો શુભારંભ કરાયો હતો. આ તકે કેન્દ્રીય મંત્રી એ ગુજરાત સાથેના પારિવારિક સંબંધોને યાદ કરી ગુજરાતને હવાઈ જોડાણનો વધુમાં વધુ લાભ મળે તે માટે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી ભૂપન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ ચર્ચા પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ જામનગરની પ્રમુખતા, જામનગરના ગર્વ સમાન હાલારી પાઘડી અને સંરક્ષણ દળ, ખાડી વિસ્તારમાં જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતે જામનગરની શાનને જણાવી જામનગર અને આસપાસના વિસ્તારને વધુ સારી એર કનેક્ટિવિટીનો લાભ મળશે તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી.જામનગર એર એન્કલેવ માટે પણ ૧૩ કરોડની રાશિ આપવામાં આવી છે જેના થકી આધુનિક કામગીરી થઇ રહી છે તેમ ઉમેર્યુ હતું

મંત્રી એ ઉડાન યોજના દ્વારા ભારતના નાના શહેરોને એક નવી ઉડાન મળી છે તેમ કહી જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ૨૦૨૪-૨૫ સુધીમાં નવા ૧૦૦૦ એરરૂટ અને નવા ૧૦૦ એરપોર્ટ બનાવવા નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેમાંના ૩૬૩ રૂટ ચાલુ થઇ ચૂક્યા છે અને ૫૯એરપોર્ટ બની ચૂક્યા છે ત્યારે આગામી લક્ષ્યમાં ગુજરાતને વધુ ૧૦ નવી ફ્લાઇટ મળી શકે છે જે અંગે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને કેન્દ્રીય મંત્રી એ સકારાત્મક સંકેત આપ્યા છે

જામનગર એમ.એસ.એમ.ઈ, રિલાયન્સ રિફાઇનરી, પ્રવાસનની દ્રષ્ટીએ પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે તેથી જામનગરના નાગરિકો વ્યાપાર અને ટુરિઝમ માટે વિમાની સેવાઓનો ઉપયોગ કરે છે ત્યારે જામનગરની સમગ્ર દેશ સાથે જોડવા માટેની આગવી પહેલ થકી પ્રધાનમંત્રી શ્રીના“સબ જુડે સબ ઉડે” સંદેશને ચરિતાર્થ કરવામાં આવ્યો છે.“હવાઇ ચપ્પલ સે હવાઈ સફર તક’ના વિચાર સાથે પ્રધાનમંત્રી એ સામાન્ય માણસને પણ એર કનેક્ટિવિટીનો લાભ મળે તેવું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા આગામી વર્ષોમાં ભારતમાં નાના શહેરોને જોડીને નવા અનેક રૂટ દ્વારા ભારત એર કનેક્ટિવિટીમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે તેમજ જામનગર એરપોર્ટ અને એરફોર્સના પ્રશ્ન અંગે જલદી નિર્ણય લઇ જામનગરને વધુ સુવિધાયુક્ત બનાવાશે તેમ સાંસદ એ ઉમેર્યુ હતું.  સાંસદ એ જામનગર ખાતે ફ્લાઇટને વેવ ઓફ કરી રવાના કરી હતી. 

આ પ્રસંગે પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા અને સ્ટાર એરના સી.ઇ.ઓ કેપ્ટન સીમરનસિંઘ વર્ચ્યુઅલી તેમજ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, જામનગરના મેયર શ્બી બીનાબેન કોઠારી,જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા,ડે.મેયર તપનભાઈ પરમાર,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયા,દંડક કેતનભાઇ ગોસરાણી, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્વિમલકગથરાતેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News ગુજરાત દેશ વિદેશ