રામોલ મહાદેવ એસ્ટેટ વિભાગ થી સામે અને રિંગરોડ પાસે આવેલા તમામ એસ્ટેટમાં મ્યુનિ.કોર્પોરેશનની ડ્રેનેજ લાઇનમાં ગેરકાયેદે સર જોડાણ કરાયા છે. નવેમ્બર અંત સુધીમાં આ જોડાણ દૂર કરવાના હતાં.જે હાઇકોર્ટના આદેશનું પાલન નહીં થતાં અરજદારે અંતે પૂર્વ ઝોનના ડે.કમિશનરને રજૂઆત કરીને તાકીદે અમલ કરવા માગ કરી છે અરજદાર પરમારે કહ્યું કે, રામોલમાં કોર્પોરેશનના અધિકારીઓની નજર હેઠળ ઠેર ઠેર ગેરકાયદે ડ્રેનેજ છે
વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લીધાં નથી. જેથી અંતે અરજદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જવાબમાં કોર્ટે હુકમ કર્યો હતો. જેની જાણ કોર્પોરેશનના અધિકારીઓને પણ છે. કોર્ટના આદેશ મુજબ ગત નવેમ્બર મહિના સુધીમાં તમામ ગેરકાયદે ડ્રેનેજ જોડાણ દૂર કરવાના હતાં. આમ છતાં અધિકારીઓની મિલીભગતને કારણે ગેરકાયદે ડ્રેનેજ જોડાણ દૂર કરવામાં આવ્યા નથી. નિયમને તાખે મૂકી એસ્ટેટ માલિકો પર મ્યુનિ.અધિકારીઓ મહેરબાન હોવાથી નિયમોનું પાલન કરી નથી