યુપી સહિતના પાંચ રાજ્યોની ચૂંટણીના વાગી રહેલા પડઘમ વચ્ચે આજે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી તેમજ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ યુવાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે
યુપીમાં સરકારી ભરતીની મોટી સમસ્યાને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરામાં ભરતી પર ફોકસ કરવામાં આવ્યુ છે.કોંગ્રેસ ૨૦ લાખ યુવાઓને નોકરી આપવાનો વાયદો કર્યો છે.જેમાં ૧.૫૦ લાખ શિક્ષકોની નોકરી પણ સામેલ છે.યુવાઓ પોતાનો રોજગાર કેવી રીતે કરી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને મદદ કરવાનો મુદ્દો પણ તેમાં સામેલ કરવામાં આવ્યો છે.યુપીની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે ચૂંટણી યોજવાનો વાયદો કરવામાં આવ્યો છે.કારણકે યુનિવર્સિટીઓમાં ઘણા વખતથી ચૂંટણી યોજાઈ રહી નથી.આ સિવાય જે વાયદા કરવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે.યુનિવર્સિટીઓ, કોલેજો, પોલીસ, આંગણવાડી કાર્યકર્તાઓની ખાલી પોસ્ટ પર મોટા પાયે ભરતી કરશે.સંસ્કૃત વિદ્યાલયો અને મદ્રેસાઓમાં ઉર્દુ શિક્ષકોની ભરતી કરાશે.૧૦૦ થી વધારે ઈન્ફસ્ટ્રી જ્યા હશે ત્યાં ક્લસ્કટર બનાવાશે.ભરતી પ્રક્રિયામાં ફોર્મ માટે પૈસા નહીં
લેવાય.પરીક્ષા માટે આવવા જવા ટ્રેન કે બસનુ ભાડુ લેવામાં નહીં આવે.ભરતી પ્રક્રિયા માટે પરીક્ષા લેવાથી માંડીને નોકરી માટે એપોઈન્ટમેન્ટ લેટર આપવા સુધી જોબ કેલેન્ડર બનશે.ભરતીમાં ગોટાળા પર લગામ કસવામાં આવશેશિક્ષણના બજેટમાં વધારો કરાશેયુનિવર્સિટીઓમાં કોલેજો માં ફ્રી વાઈ ફાઈ, લાઈબ્રેરી અને મેસ જેવી સુવિધાઓ વધારાશે.ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રી અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવશે.રોજગાર માટે પાંચ ટકા વ્યાજ પર એક લાખ રુપિયાની લોન મળશે.યુપીમાં ડ્રગ્સનુ દુષણ રોકવા માટે એક સેન્ટર સ્થાપીત કરવામાં આવશે.જે મરતો લોકપ્રિય છે તેને પ્રોત્સાહન આપવા માટે એકેડમીની સ્થાપના કરાશે.રાહુલ ગાંધીએ આ પ્રસંગે કહ્યુ હતુ કે, દેશમાં બદલાવની જરુર છે અને તે યુપીથી જ શરુ થઈ શકે છે.નરેન્દ્ર મોદીએ આપેલુ વિઝન ફેલ થયુ છે.યુવાઓ માટેનુ વિઝન કોંગ્રેસ જ આપી શકે તેમ છે.આજે દેશમા બેરોજગારી ચાલીસ વર્ષની ટોચ પર છે. આ સંજોગોમાં યુપીને નવુ વિઝન નહીં મળે તો દેશ પણ નવા વિઝનથી વંચિત રહી જશે