અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ આજે AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ આજે AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યું

Views: 83
0 0
Spread the love

Read Time:4 Minute, 9 Second

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ ૨૦૨૨-૨૩નું સુધારા સાથેનું બજેટ આજે AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યું હતું. રૂ.૭ કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મેયર કિરીટ પરમાર અને ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમ્યાન જે બાળકના માતા કે પિતા કોઈપણ મૃત્યુ પામેલા હોય અને સ્કુલમાં ભણતાં હોય તેવા બાળકોને વર્ષ દરમ્યાન બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. ૬૫ વર્ષથી ઉપરના તમામ સિનિયર સીટીઝનો ફ્રીમાં મુસાફરી કરી શકશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત મ્યુનિસિપલ સ્કુલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને સ્કુલમાં આવવા જવા માટે AMTS બસોમાં ફી મુસાફરી કરી શકશે. આ તમામને મુસાફરી માટે ફ્રી બસ પાસ આપવામાં આવશે.રૂ.૫૨૯.૧૪ કરોડનું બજેટ મુકવામાં આવ્યું હતું વલ્લભભાઈ પટેલે આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા કુલ બજેટ રૂ.૫૨૯૧૪ કરોડનું મુકવામાં આવ્યું હતું. જેમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નીચે દર્શાવેલ રૂ. ૭ કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂ. ૫૩૬.૧૪ કરોડનું મંજુર કરવામાં આવ્યું છે. ૪૦ બસો AMTS અને ૯૦૦ બસો કોન્ટ્રાકટરની દોડે છે. ૫૦ ઇલેક્ટ્રોનિક બસો દોડશે. કોન્ટ્રાકટરોને ૧૦ટકા સુધીની પેનલ્ટી કરવામાં આવે છે.

AMTS પોતાની માલિકીની નવી ૫૦ બસો લેશે

૪૫૦ જેટલી નવી બસો મેળવીને હાલના સમયપત્રકમાં સુધારો કરી વધુમાં વધુ ફીકવન્સી પુરી પાડવામાં માલિકીની ૫૦ બસો ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લેવાનું ઠરાવવામાં આવે છે. આ ૫૦ બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૂરીયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવામાં આવશે. જે ચલાવવા માટે ઘટતી રકમ રાજય સરકાર પાસેથી વી.જી.એફ. મેળવી સરભર કરવામાં આવશે.

જમાલપુરમાં અલગ અલગ જગ્યાએ લાગશે સોલાર પેનલ જમાલપુર ખાતે આવેલ ઓફિસ બિલ્ડીંગ તથા ડેપોમાં તેમજ અન્ય જગ્યાઓએ સોલાર પેનલ લગાવવા માટે ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ.૩ કરોડ ફાળવવામાં આવશે. પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત AMTS ના તમામ કાયમી કર્મચારીઓના રૂ.૧૨ના નજીવા દરે માસિક રૂ.૧ પગારમાંથી વસુલ લઈ વિમો લેવામાં આવશે. શહેરના

ડેકોરેટીવ શેલ્ટરો પૈકી ૧૦૦શેક્ટરોને સ્ટીલના બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. ૨ કરોડ ફાળવવામાં આવશે.પબ્લિક માટે પે એન્ડ યુઝ ટોઈલેટની સુવિધા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના નવરંગપુરા બસ ટર્મિનસ વિકસાવવા માટે રૂ.૧ કરોડ અને શહેરના મેમનગર ટર્મિનસમાં આર.સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૧ કરોડ ફાળવવામાં આવશે. AMTS હાટકેશ્વર ડેપો-ટર્મિનસ ઉપર સ્ટાફ તથા પબ્લિક માટે અ.મ્યુ.કોર્પો.ના ધોરણે પે એન્ડ યુઝ ટોઈલેટની સુવિધા આપવા આવશે. ભારત સરકારના ડીજીટલ ઈન્ડીયાના ઝુંબેશના ભાગ રૂપેBRTSના ધોરણે અ.મ્યુ.ટ્રા.સ. ખાતેPAY TM એપ દ્વારા ઊઇ કોડ જનરેટ કરી ડીજીટલ ટીકીટીંગ કરવામાં આવશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગુજરાત