તૃણમુલ કોંગ્રેસના સાંસદ શ્રીમતી મહુઆ મોઈત્રા દ્વારા સાંસદમાં જૈન સમાજ પ્રત્યે આપેલ વિવાદાસ્પદ ઉચ્ચારણના વિરોધમાં અમદાવાદના તમામ ફિરકાના જૈન સંઘોએ ઉગ્ર વિરોધ નોંધાવી કલેકટર ઓફીસ ખાતે મહુઆ મોઈત્રા પોતાન શબ્દ પાછા લઈ , માફી માંગે તેમાટેનું આવેદનપત્ર આપ્યું ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અમિત શાહ અને જૈન સમાજ ટી એમ શી ના મહિલા સાંસદ મહુઆ મોઈત્રાએ લોકસભામાં જૈન યુવાનો અંગે નિવેદન કર્યું હતું કે, ‘જૈન સમાજના છોકરા અમદાવાદની લારી ગલ્લા પર જઈ કાઠી કબાબ ખાય તો ઈંડાં-માસની લારીઓ બંધ કરી દેવાની ’ આ નિવેદન બાદ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મની સંસ્કૃતિ, મૂલ્યો, આચારોને સમગ્ર ભારત તથા વિશ્વમાં કલંકિત કરવાનું અક્ષમ્ય કામ સાંસદ મહુઆ મોઇત્રાએ કર્યું છે. જેના વિરોધમાં જૈન સંઘોએ સોમવાર કલેક્ટરને આવેદન પત્ર આપી માગ કરી હતી કે, લોકસભ(1× રેકોર્ડમાંથી જૈનોને લગતી અભદ્ર ટિપ્પણી દૂર કરવામાં આવે.