વિધાનસભા ગૃહ ખાતે ખેત ઉત્પાદન સંદર્ભે પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે કિસાન હિતકારી યોજનાઓથી ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે મંત્રી રાઘવાજીભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં ખેતી હેઠળનો વિસ્તાર વધારવો, ઉત્પાદકતા વધારવી, સંસાધન ક્ષમતા ઊભી કરવી, હાઇટેક બાગાયત અપનાવવું તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓર્ગેનિક – પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જેવા ખેડૂત હિતલક્ષી કાર્યો કરી, પાક ઉત્પાદન વધારી ખેડૂતોની આવક બમણી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે
મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે કૃષિ ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધારવું, કૃષિક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા, ખેડૂતોની આવકમાં વધારો કરવો, ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ વ્યવસાય થકી રોજગારીની વધુ તકો ઊભી કરવી, કૃષિ વ્યવસાય ક્ષેત્રમાં કૌશલ્યની શ્રેષ્ઠ તાલીમ આપવી, પ્રોસેસિંગમાં વધારો કરવો અને બગાડ ઘટાડવો, કૃષિ પેદાશોના ઉચ્ચ માપદંડો જાળવીને તેમની નિકાસમાં વધારો કરવો, ફૂડ સિક્યોરિટી અને ન્યૂટ્રિશનલ સિક્યોરીટીને સૌથી વધુ પ્રાધાન્યતા આપવી, કૃષિ ક્ષેત્રે પર્યાવરણની જાળવણી થાય તેવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું અને કૃષિ વ્યવસાયોમાં યુવાનો અને મહિલાઓને અગ્રીમ તક આપવી જેવા ઉદ્દેશો સાથે કૃષિ વ્યવસાય નીતિ ૨૦૧૬ અમલી બનાવવામાં આવી હતી મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે ફળ – શાકભાજી, ખાદ્યાન્ન, તેલીબિયાં, દૂધ, પોલ્ટ્રી, મત્સ્ય જેવા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોના ૪૬૬ જેટલા એકમોને રાજ્ય સરકાર દ્વારા ખાસ સહાય ચુકવવામાં આવે છે.