ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા લોંચ કરવામાં આવેલ “ગુજરાત માંગે રોજગાર” કેમ્પેઇનના પ્રથમ ચરણ “રોજગાર ક્યા છે?“ અંતર્ગત આજે યુવક કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો
રોજગાર કચેરીના ઘેરાવ દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લા રોજગાર અધિકારી પોતાની કેબીન ના હાજર ના હોવા થી યુવક કોંગ્રેસ દ્વારા તેઓની ખુરશી પર ‘રોજગાર ક્યાં છે!?’ નું બેનર મૂકી દેવામાં આવતા પોલીસ અને યુવક કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું…ત્યાર બાદ અધિકારી આવી પહોંચતા યુવક કોંગ્રેસના આગેવાનો દ્વારા તેઓ ને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા
સુરેન્દ્રનગર માં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી મળી ને કુલ કેટલા રોજગાર આપતા એકમ આવેલા છે આ એકમો માં કુલ કેટલા યુવાનો ને રોજગાર મળે છે?. જેમાં ગુજરાતી યુવાનો કેટલા? અને સુરેન્દ્રનગર નગરના સ્થાનિક કેટલા યુવાનોને રોજગારી મળે છે?
આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મહંમદ શાહિદજી, ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, જીલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વિનોદ ચાવડા, જિલ્લા ઉપ પ્રમુખ ધર્મેન્દ્ર સોનાગ્રા વઢવાણ વિધાનસભા પ્રમુખ જયદીપસિંહ જામ, દસાડા યુવક કોંગ્રેસ પ્રમુખ સોહેલખાન મલેક, ચોટીલા વિધાનસભા પ્રમુખ યશપાલસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા