GCCI દ્વારા ડો.એચ.જી. કોશિયા, કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી, ગુજરાત સાથે પરિસંવાદ

GCCI દ્વારા ડો.એચ.જી. કોશિયા, કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી, ગુજરાત સાથે પરિસંવાદ

Views: 219
0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second

આજે GCCI ની ફૂડ એન્ડ ડેરી ટાસ્ક ફોર્સ અને હોટેલ્સ એન્ડ હોસ્પિટાલિટી કમિટીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અને નવા સુધારાઓ વિશે ચર્ચા કરવાના ઉદ્દેશ્ય સાથે ડો. એચજી કોશિયા, કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી, ગુજરાત સાથે પરિસંવાદનું  આયોજન કર્યું હતું

હેમંત શાહ, પ્રમુખ, GCCI, હિરેન ગાંધી, અધ્યક્ષ, ફૂડ એન્ડ ડેરી ટાસ્કફોર્સ, નરેન્દ્રભાઈ સોમાણી, અધ્યક્ષ, હોટેલ અને હોસ્પિટાલિટી સમિતિએ ડૉ.એચ.જી.કોશિયાનું સ્વાગત કર્યું અને FSSAI તરફથી મળેલા સમર્થનની પ્રશંસા કરી.


ડો.કોશિયાએ માહિતીપ્રદ પ્રેઝન્ટેશન આપ્યું હતું જેમાં તેમણે “ઇટ રાઇટ” ની સરકારની પહેલ હેઠળ સમગ્ર ગુજરાતમાં થઈ રહેલી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે વિભાગ દ્વારા કરવામાં આવતી ટેસ્ટિંગ કીટ, ટેસ્ટિંગ વાન, વૉકથોન, ફૂડ મેલા વગેરે પ્રવૃત્તિઓની વિગતો પણ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 2020-21 માટે ફૂડ સેફ્ટી ઈન્ડેક્સમાં ગુજરાત 72%ના સ્કોર સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.

સેમિનારમાં ફૂડ બિઝનેસ ઓપરેટર્સ, સ્પાઈસિસ,ડેરી.બેકરી, હોટેલ્સ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓનો સમાવેશ કરતા વિશાળ પ્રેક્ષકોએ હાજરી આપી હતી. પ્રશ્નોતરી સત્રમાં, લેબલીંગ, ભેળસેળ અને ગુણવત્તા નિયંત્રણ, ખાદ્ય ઉત્પાદનોમાં મૂલ્યવર્ધન, ખાદ્ય લાઇસન્સ, ખાદ્ય ચીજોની નિકાસ વગેરે સંબંધિત અંગે ચર્ચા થઇ અને પ્રશ્નોના સંતોષકારક જવાબો મેળવ્યા હતા. ફૂડ એન્ડ ડેરી ટાસ્ક ફોર્સના મુકેશ મોદી અને બૈજુ મહેતા દ્વારા સત્રનું સંચાલન કરવામાં આવ્યું હતું.

સહભાગીઓને FSSAI એક્ટ સંબંધિત પુસ્તિકાઓ આપવામાં આવી હત ફૂડ એન્ડ ડેરી ટાસ્ક ફોર્સના સભ્ય શ્રીમતી હીના શાહ દ્વારા આભારવિધિ  સાથે સત્રનું સમાપન થયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત