રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે દિલ્હીમાં તાત્કાલીક બેઠક બોલાવી છે. જેમાં દેશનાં કોંગ્રેસનાં એમપી અને એમ.એલ.એ ને દિલ્હી હાઇકમાન્ડથી હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. અને ગુજરાતના કોંગ્રેસના નેતા અને ધારાસભ્યોને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. ત્યારે એઆઇસીસીમાં ધામા નાખ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ED દ્વારા રાહુલ ગાંધીની થઈ રહેલી પૂછપરછ માટે થઈ રહેલા વિરોધમાં સામેલ થવા સૂચના આપી હોવાનું જણાવાઈ રહ્યું છે. પરંતુ અંદરખાને કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે તે કોઈને ખબર નથી. એટલું જ નહીં, ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા પણ બે દિવસ દિલ્લીમાં રોકાશે
રાહુલ ગાંધીને ઇડીએ આપેલા સમન્સ અને ચાર દિવસથી થઇ રહેલી પુછપરછના વિરોધમાં દિલ્હી પહોંચ્યા છે. સોનિયા ગાંધી ઈડી સમક્ષ તા.૨૩મીએ હાજર થવાના છે. ગાંધી પરિવારને ઈડી દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યો હોય કોંગ્રેસ દ્વારા આક્રમક કાર્યક્રમ આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હોવાનું કહેવાય છે .અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાંથી ૩૨ વોર્ડમાં શહેર કોંગ્રેસે વોર્ડ પ્રમુખોની વરણી કરી છે.
તમામઆ વરણીમાં જ્ઞાતિ-જાતિના અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને યુવા અને નવા ચહેરાઓને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હોવાનું કોર્પોરેટર અને શહે૨ કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરમાં મોંઘવારી વિરુદ્ધની પદયાત્રા ચાલી રહી છે અને દરેક વિસ્તારમાં લોકો દ્વારા કોંગ્રેસની યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે