અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું, વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 2 આરોપીઓ સકંજામાં
અસલાલીમાં ગેરકાયદે પ્રવુતિ પકડવા કવાયત હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે.અમદાવાદ ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું છે બાતમીને આધારે રેડ કરતાં રૂપિયા 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદના પોશ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગૃહ ઉધોગ બાદ અમદાવાદ ગ્રામ્યમાં અસલાલીમાંથી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાયું.. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મનોહર પવાર અને સુરેશ પુનિયા દારૂની હેરાફેરી કરી રહયા હતા. ત્યારે પોલીસે ચેકીંગ ડ્રાઈવમાં તેઓને ઝડપી લીધા. ગોડાઉનમાં ગેરકાયદે પ્રવુતિ ચાલતી હોવાની માહિતીને લઈને પોલીસ દ્વારા ગોડાઉન ચેકીંગનું ડ્રાઈવ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન પોલીસને બાતમી મળી કે મણીબા એસ્ટેટમાં દારૂની હેરાફેરી થઈ રહી છે પોલીસે રેડ કરતા રૂ 30 લાખનો વિદેશી દારૂની 561 પેટીઓ સહિત 35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
દારૂ ઘુસાડીને તેને છુપાવવા માટે ગોડાઉન સરળતાથી મળી રહે છે.. જેથી હવે અસલાલી પોલીસે ગોડાઉનના માલિક પર કાર્યવાહી શરૂ કરી છે. અસલાલી માં 5000 ગોડાઉન કરતા વધારે આવેલા છે.. ભાડે આપનાર માલીક જો ભાડા કરાર નહિ કર્યું હોય. અને ભાડા કરારમાં ક્યાં ધધા ના ઉદેશ્યથી આપ્યું તે ઉલ્લેખ નહિ હોય તો ગોડાઉન ના માલિકો વિરુદ્ધ જાહેરનામું ભંગ કરવાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરાઇ છે..