ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથે  પદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી.

ઢોલ-નગારા અને પરંપરાગત સાફા સાથે પદયાત્રા કરી કોંગ્રેસ દ્વારા ભગવાન જગન્નાથજીની પૂજા -અર્ચના કરવામાં આવી.

Views: 157
0 0
Spread the love

Read Time:3 Minute, 18 Second

145 મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીને 145 કિલોનો લાડુ પ્રસાદ અર્પણ કરી કોંગ્રેસ પક્ષે ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ લીધા

ભગવાન જગન્નાથજીની ૧૪૫ મી ઐતિહાસિક રથયાત્રાનાં પૂર્વ દીને પરંપરાગત રીતે ૧૪૫ કિલોના પ્રસાદ લાડુ સાથે પૂજા-અર્ચના કર્યા બાદ પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળનાં બે વર્ષ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળશે ત્યારે ખૂબ જ ઉત્સાહ, આનંદ અને આત્મીયતા સાથે કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતાઓ,આગેવાનો, હોદ્દેદારોશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ રાજીવ ગાંધી ભવનથી ભગવાન જગન્નાથજીનાં મંદિર સુધી ઢોલ-નગારા અને પરંપરાગત સાફા પહેરી “જય રણછોડ માખણ ચોર”, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી” “જય જગન્નાથજી” નાં નાદ સાથે પદયાત્રા યોજવામાં આવી હતી. ભગવાન જગન્નાથ નગરજનોને પડી રહેલી મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ-મુશ્કેલીઓમાં રાહત અપાવે તેવી અંતઃકરણથી પ્રાર્થના કોંગ્રેસ પક્ષે કરી હતી

રાજીવ ગાંધી ભવનથી જગન્નાથ મંદિર પદયાત્રા કરી પૂજા-અર્ચના કરવામાં આવી

રાજીવ ગાંધી ભવનથી જગન્નાથ મંદિર પદયાત્રા કરી પૂજા-અર્ચના કરવામાં આવી. ભગવાનને પ્રસાદ અર્પણ કર્યા બાદ એઆઇસીસીનાં મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્માજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા સુખરામભાઈ રાઠવા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થભાઈ પટેલ, અમીત ચાવડા, ધારાસભ્ય શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, લાખાભાઈ ભરવાડ, એઆઈસીસીનાં મંત્રી અને સંગઠન સહપ્રભારી રામ કિશન ઓઝા, બી વી સંદીપ, નિલેશ પટેલ, પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો રાજુભાઇ પરમાર, શ્રી બિમલ શાહ, પંકજ શાહ, ડૉ. મનીષ દોશી, ઇકબાલ શેખ, સુરેન્દ્ર બક્ષી, રાજુ બ્રહ્મભટ્ટ, શ્રીમતી જેની ઠુમ્મર, નીરવ બક્ષી, શેહજાદખાન પઠાણ સહિત મહિલા કોંગ્રેસ અને શહેરના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીનાં ચરણે શીશ ઝુકાવીને રાજ્યમાં તમામ નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ માંગ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
Uncategorized