સરંપચ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત સરપંચો સાથે સંવાદ કરી નવા સજેશન અને પ્રશ્નો સાંભળ્યા અને ઝડપથી તેનુ નિરાકરણ થશે તેવો વિશ્વાસ સરપંચ ઓ ને આપ્યો
ગામના સરપંચો કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓ વધુમાં વધુ લાભ ગામના લોકોને અપાવે સી.આર.પાટીલ કહું
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, તારીખ 21 જૂલાઇના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પેજ સમિતીના પ્રણેતા અને મજબૂત સંગઠન સશક્તિથી કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર કરનાર એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબનો વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત સરપંચ સંવાદ યોજાયો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ જગદીશભાઇ મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યુ
આ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ કરતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સરપંચોની રજૂઆત સાંભળી તેમના પ્રશ્નોનોનું નિરાકરણ કર્યુ. તેમજ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરપંચ સંવાદમાં ઘણા નવા નવા સજેશનો આવ્યા છે,નવા પ્રશ્નો આવ્યા છે તેમનુ નિવારણ ઝડપથી કરવા પ્રયત્ન કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અને રાજય સરકારની વિવિઘ યોજનાઓના લાભ યોગ્ય વ્યક્તિને મળે તેવા પ્રયત્ન થાય તે અંગે માહિતી આપી. આદર્શ ગામ કેવી રીતે બની શકે તે અંગે સરપંચ ઓને માહિતી આપી. ગામના લોકોને જયારે તમને ચૂંટીને મોકલ્યા છે તેમની અપેક્ષાઓ પુર્ણ કરવા તમામ પ્રયત્ન કરવા હાંકલ કરી. ગામમાં કોઇ દિકરી સુકન્યા સમૃદ્ધી યોજનાથી વંચીત ન રહે તે માટે વિનંતી કરી. ગામના સરપંચો ગામમાં રહેતા લોકોને પીએમ સુરક્ષા વિમા યોજનાનો લાભ દરેકને મળે તે અંગે વિનંતી કરી અને આ યોજનાનું મહત્વ સમજાવ્યું. સરપંચો કેન્દ્ર સરકાર અને રાજય સરકારની યોજનાના લાભ ગામના લોકોને અપાવશે તો ગામ સમૃદ્ધ બનશે અને ગામ સારુ બને તેની જવાબદારી સરપંચોની છે. ગામમાં મેડિકલ કેમ્પ યોજવા વિનંતી કરી. પીએમ સુનિઘી યોજના અંગે પણ માહિતી આપી અને વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લે માટે વિનંતી કરી.ગામના સરપંચનું મહત્વ જણાવતા કહ્યુ કે જો કોઇ ધારાસભ્ય કે સાંસદોને ચૂંટાવવું હોય તો તેમને સરપંચોના આઘાર જોઇએ એક એક ગામના સરપંચ મદદ કરે ત્યારે ચૂંટાય છે.
સરપંચ સંવાદ કાર્યક્રમમાં કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા,કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા,પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષશ્રી વર્ષાબેન,પુર્વ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજા,જિલ્લાના પ્રભારી નિતીન ભાઇ, નીમુબેન, પ્રદેશના સહપ્રવકતા ભરતભાઇ ડાંગર,ધારાસભ્ય ઓ ઘનજીભાઇ પટેલ, પરષોતમ સાબરીયા, જિલ્લાના પ્રમુખ જગદીશભાઇ મકવાણા ,વિઘાનસભાના પ્રભારી તેમજ જિલ્લના આગેવાનો અને ગ્રામ પંચાયતોના સરપંચ અને ઉપસરપંચ ઓતાલુકા પંચાયતના પ્રમુખ ઓ ઉપસ્થિત રહ્યા હતા.