દેશમાં ફરીથી માસ્ક, ટેસ્ટિંગ અને બૂસ્ટર ડોઝ ફરજિયાત : કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી 

દેશમાં ફરીથી માસ્ક, ટેસ્ટિંગ અને બૂસ્ટર ડોઝ ફરજિયાત : કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી 

Views: 187
0 0
Spread the love

Read Time:3 Minute, 20 Second

નીતિ આયોગના સભ્યવીકે પૉલે જણાવ્યું હતું કે ચીનમાં કોરોના કહેર બાદ હવે સમગ્ર વિશ્વમાં ચિંતાની સ્થિતિ બની છે.કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો તેવું કહ્યું છે અને દેશમાં ફરીથી માસ્ક, ટેસ્ટિંગ અને બૂસ્ટર ડોઝ ફરજિયાત કરાયા છે.વિશ્વના ઘણા દેશોમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. કોરોનાના ફેલાવાને રોકવા માટે સરકારે નવી એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું છે કે, ગભરાવાની કોઈ વાત નથી. ભીડભાડવાળા વિસ્તારોમાં અંદર અને બહાર માસ્ક પહેરો. આ ઉપરાંત જેમણે હજુ સુધી બૂસ્ટર ડોઝ નથી મેળવ્યો, તેઓએ શક્ય તેટલી વહેલી તકે તે કરાવવું જોઈએ, જેથી કોરોનાને ફેલાતો અટકાવી શકાય.કોરોના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પૉલે કહ્યું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હો, તો માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે અથવા જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે.તેમણે કહ્યું કે, અત્યાર સુધી માત્ર 27 થી 28 ટકા લોકોએ જ બૂસ્ટર ડોઝ લીધો છે. આપણે તેને વધારવો પડશે. અમે અન્ય લોકોને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને આ ડોઝ લાગુ કરવા માટે અપીલ કરીએ છીએ. બૂસ્ટર ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.આજની બેઠકના મહત્વના મુદ્દા* મોનિટરિંગ વધારવામાં આવશે* ટેસ્ટિંગ વધારવામાં આવશે* રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે.* નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી* દર અઠવાડિયે એક બેઠક થશે* ઉડ્ડયન માટે કોઈ સલાહ નથી

વાઇરલ ન્યુઝ….

ગુજરાતમાં અમદાવાદ અને વડોદરા ખાતે કોરોના નો નવો વેરિયન્ટ BF.7 સામે આવ્યો છે

આરોગ્ય અધિકારીઓના કહેવા મુજબ કોરોના ના બે સબ વેરિયન્ટ BA.5.2 અને BF.7 કોરોના ના અન્ય વેરિએન્ટ કરતા વધુ ખતરનાક છે
તંત્ર એલર્ટ ઉપર

આ અંગે સ્પષ્ટતા:

આ પ્રકારના કોરોના ના ઓમિક્રોન વેરિયન્ટના BF.7 and BF 12 સ્વરૂપ થી સંક્રમિત દર્દી જુલાઇ-ઓક્ટોમ્બર-નવેમ્બર -૨૦૨૨ માં નોંધાયા હતા..
આ તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમા જ સારવાર આપવામાં આવી હતી..

જેઓ સંપૂર્ણપણે સાજા અને સ્વસ્થ થઈ ગયા છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ