અમદાવાદ બાપુનગર પોલીસ સ્ટેશન માં ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બી.એ. ૨૭ (૧) મુજબનો ગુન્હો તા.૧૨/૧૨ ૨૨ના ૦૯૪૪૫ વાગે બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતે આવેલ અરૂણ ચેમ્બર્સની સીડીમાં બનાવ બન્યો હતો. જે કામે આરોપીઓ ભેગા મળી આંગડીયા પેઢીના કર્મચારીને ફાયર આર્મ્સ બતાવી, એક રાઉન્ડ ફાયર કરી જાહેરમાં ભયનું વાતાવરણ ઉભું કરી ભય ના ઓથાર હેઠળ આવેલ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રોકડા રૂ.૨૦,૦૦,૦૦૦ ભરેલ થેલો ઝુંટવી લૂંટ કરી નાસી ગયા હતા.અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરો ,પો.સ.ઈ તથા તેમની ટીમ દ્વારા ખાનગી બાતમીદારોથી તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી તા.૨૧ ૧૨ ૨૦૨૨ ના રોજ ઇસનપુર અમદાવાદથીઆરોપીઓ અજીતસિંગ ઉર્ફે હતા.આરોપીઓ સંજય ઈસનપુર, બંટી મુન્શીરામ ઇસનપુર, વચનારામ ઉર્ફે વિક્રમ રબારીને ઝડપી લીધા હતા.આરોપીઓ પાસે થી સ્કોર્પીયો કાર નં. GJ-27-BE- 1127 તથા ચોરી કરેલ એક મો.સા મળ્યા. સ્કોર્પીયો કારમાંથી રોકડા રૂ.૫,૩૦,૭૦૦ તથા સ્કોર્પીયો કાર કિ.રૂ.૬,૦૦,૦૦૦ મોબાઇલ ફોન નંગ-૩, કિ.રૂ.૪૦૦૦૦ તથા મો.સા.કિ. રૂ.૪૦૦૦૦| મળી કુલ કિ.રૂ. ૧૩,૧૦,૭૦૦ – ની મતા કબ્જે કરી હતી. બાપુનગર પોલીસ સ્ટેશન ઇ.પી.કો. કલમ ૩૯૨, ૧૧૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બી.એ. ૨૭(૧)મુજબ ૩૭૯ મુજબ અને ઇસનપુર પોલીસ સ્ટેશન માં ઇ.પી.કો . કલમ મુજબ ગુનો દાખલ કરાયો હતા.