ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત-ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે.

ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત-ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે.

Views: 134
0 0
Spread the love

Read Time:3 Minute, 6 Second

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી

ગુજરાતમાં ૨૪ કલાકમાં દસ હત્યાઓની ઘટનાએ ભાજપ સરકારની સબ સલામતના દાવાની પોલ ખોલી નાખી છે. વધતી જતી ગુન્હાખોરી અને કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તાશ્રી ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો-ગુંડાઓ બેકાબુ-બેખોફ રીતે કાયદો વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવી રહ્યા છે. છેલ્લાં ૨૪ કલાકમાં ગુજરાત રક્તરંજિત બન્યુ છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ નિર્મમ હત્યાઓની ઘટના બની છે. જેમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૩ અને જામનગરમાં ૨, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં ૧-૧ નિર્મમ હત્યાના બનાવો બન્યા છે. ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર-શહેર સુરતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩ હત્યાની ઘટના બની છે. સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે. જયરે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં બનેલી ૧૦ હત્યાઓ
હત્યા-1 સુરતના ડીંડોલી વિસ્તારમાં .
હત્યા-2 સુરતના વિમલનાથ સોસાયટી નજીક
હત્યા-3 સુરતના લીંબાયત વિસ્તાર.
હત્યા-4 અમદાવાદના બાપુનગર
હત્યા-5 અમદાવાદના નિકોલ
હત્યા-6 જામનગરના લાલપુર બાયપાસ નજીક
હત્યા-7 જામનગર પંથકના પસાયા બેરાજા ગામની સીમમાંથી
હત્યા-8 વડોદરાના બાપોદ ગામે
હત્યા-9 રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળ.
હત્યા-10 સુરેન્દ્રનગર 80 ફૂટ રિંગરોડ પર

રાજ્યમાં નશા બંધીનો કાયદો હોવા છતાં બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય, અબજો રૂપિયાની ડ્રગ્સની હેરાફેરી થાય, બેફામ વ્યાજ ખોરોનો ત્રાસ, નકલી નોટો, ચીટ ફંડ સહીત આર્થિક ગુન્હાખોરી આસમાને હોય, ત્યારે ભાજપ સરકાર – ગૃહ વિભાગ-પોલીસ તંત્ર જાગે અને ગુન્હેગારને જેલ ભેગા કરે તો જ ગુજરાત સાચા અર્થમાં સલામત બનશે અને ગુજરાત – ગુજરાતીઓ શાંતિથી જીવન જીવી શકશે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત