0
0
Read Time:1 Minute, 12 Second
કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વર્ધન અને ઉદ્યમિતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાતે પધાર્યા હતા. તેમણે ભારતના વિવિધ પ્રાન્તોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે પ્રશિક્ષિત કરવા રાજ્યપાલ શ્રીને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ખેડૂતોને વિશેષ પાક આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિના પ્રશિક્ષણ અને નિદર્શન માટે મારી હંમેશા તૈયારી છે. વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તે વર્તમાન સમયની તાતી માંગ છે
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપીને માસ્ટર ટ્રેનર તૈયાર કરવા રાજ્યપાલશ્રીને અનુરોધ કર્યો હતો.