નેતાજી સુભાશચંદ્રબોઝની 126મી જન્યજયંતિ ઉજવણી સુરત શહેર ખાતે યોજાઇ જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ નેતાજી સુભાષચંદ્રજીની જન્મજયંતીની શુભકામના પાઠવી જણાવ્યું કે, નેતાજી સુભાશચંદ્ર બોસજીનું વ્યક્તિત્વ ખૂબ સરળ અને સૌમ્ય હતું લોકો તેમને ખૂબ સહજતાથી સ્વીકારતા હતા. દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી અને આઝાદ હિંદ ફોજ નામની સેના તૈયાર કરી. નેતાજી સુભાષચંદ્ર બોસજીએ દેશને આઝાદી અપાવવા સખત પુરુષાર્થ કર્યો તે ઇતિહાસમાં સુનેરા અક્ષરે લખાયો છે અને આજે પણ લોકોને તેમના કામો યાદ છે. તેમને દેશને આઝાદી અપાવવા દેશના યુવાનોને એક સુત્ર આપ્યુ હતું કે “તુમ મુજે ખુન દો મે તુમ્હે આઝાદી દુગા”.
દેશઆઝાદી અપાવવા તેમના નેતૃત્વમાં અનેક યુવાનોએ તેમની જવાની હોમી દીધી.નેતાજી સુભાષચંદ્રજીનું જીવન આજે પણ દેશના યુવાનોને દિશા અને બળ આપે છે. આજની નવી પેઢીના યુવાનો નેતાજી સુભાષચંદ્રજીના જીવનથી પ્રેરણા લઇ દેશને આત્મનિર્ભર અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા મદદ કરશે તેવો વિશ્વાસ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, સુરત મહાનગર અધ્યક્ષ નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી કિશોરભાઈ બિંદલ, શાસક પક્ષ નેતા અમિત સિંહ રાજપુત, સુરત શહેર પોલીસ કમિશનર તોમર સાહેબ વગેરે હાજર રહ્યા હતા