ભાજપ દ્વારા બૃહદ કારોબારી બેઠક યોજાઈ : વડાપ્રધાન મોદીના દુરંદેશી નિર્ણયોના કારણે આજે સમગ્ર દેશની પરિસ્થતિ બદલાયી :સી.આર.પાટીલ

ભાજપ દ્વારા બૃહદ કારોબારી બેઠક યોજાઈ : વડાપ્રધાન મોદીના દુરંદેશી નિર્ણયોના કારણે આજે સમગ્ર દેશની પરિસ્થતિ બદલાયી :સી.આર.પાટીલ

Views: 50
0 0
Spread the love

Read Time:11 Minute, 39 Second

મોદીના નેતૃત્વના મુખ્ય પાંચ મુદ્દાઓ “સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને અટલ દ્રઢ નિશ્ચય હર હમેંશ કેન્દ્રમાં રહ્યા છે ભાજપા સતત ૯મા વર્ષે પ્રજા સમક્ષ રીપોર્ટ કાર્ડ લઇને પહોંચી રહી છે : સી.આર.પાટીલઆખું વિશ્વ સરદાર વલ્લભભાઈ પટેલની વિશિષ્ઠ પ્રતિભાની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરવા આવી રહ્યું છે પરંતુ આ કોંગ્રેસના લોકોને દર્શન કરવાનો સમય નથી : સી.આર.પાટીલલાભાર્થીઓ સુધી યોજનાના લાભો પહોંચાડીએ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલભાજપા ઘર ઘર સંપર્ક કરશે , લોકસભા ક્ષેત્ર, વિધાનસભા ક્ષેત્ર મંડલ અને બુથ સુધીના વિવિધ કાર્યક્રમો ૩૦મી મેં થી ૩૦મી જુન દરમ્યાન યોજાશે- રત્નાકરમહા જનસંપર્ક અભિયાન અંતર્ગત દરરોજ કોઈ ને કોઈ વિશિષ્ટ કાર્યક્રમનું મંડલ સુધી, બુથ સુધી આયોજન કરવામાં આવશે : પ્રદીપસિંહ વાઘેલા

ભાજપ દ્વારા કર્ણાવતી મહાનગરના ટાગોર હોલ, પાલડી ખાતે પ્રદેશની બૃહદ કારોબારી બેઠક યોજાઈ હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કારોબારીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, લોકસભાના સાંસદો, રાજ્યસભામાં સાંસદો , રાજ્યના ચૂંટાયેલા ધારાસભ્યો , મહાનગરના મેયરો, જીલ્લા પંચાયતના પ્રમુખો , જીલ્લા મહાનગરના પ્રમુખો, અને સંગઠનના વિવિધ પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતના 100 એપિસોડ હાલમાંજ પુર્ણ થયેલ છે તે સંદર્ભે દરેક મન કી બાતના મહત્વની બાબત “સંવાદ સતમ” પુસ્તક સ્વરૂપે વિમોચન હાથ ધરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કયારેય પણ રાજકીય મુદ્દાઓને સ્પર્શતી હોતી નથી પરંતુ જન સમાન્યના જીવનની નાની મોટી બાબતો ને ઉજાગર કરીને લોકભોગ્ય હોય છે.આ પ્રસંગે ઉપસ્થિત સૌને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના સુશાસનના નવ વર્ષ ૩૦મી મેના રોજ પૂર્ણ થાય છે તેમના દુરંદેશી નિર્ણયોના કારણે આજે સમગ્ર દેશની પરિસ્થતિ બદલાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વના મુખ્ય ૫ મુદ્દાઓ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને અટલ દ્રઢ નિશ્ચય હર હમેંશ કેન્દ્રમાં રહ્યા છે. ગુજરાતમાં નર્મદા યોજનાને કોંગ્રેસે લટકાવી રાખી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતાની સાથે જ ૧૭માં દિવસે જ દરવાજા લગાડવાની મંજુરી આપી દીધી હતી જેના કારણે ખેતી માટેની સિંચાઈની વ્યવસ્થા તો થઇ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોઈ તરસ્યું ના રહ્યું અને નર્મદા યોજનાના કારણે આપણે આજુબાજુના રાજ્યોને પણ વીજળી પહોંચાડી શક્યા અને કચ્છના રણ સુધી પીવાનું પાણી પહોંચતું થયું. આ એક સુશાસનના ઉત્તમ ઉદાહરણ તરીકે દાખલો આપી શકાય.

પાટીલે વધુમાં જણાવ્યું કે, પહેલા ટ્રેનમાં મુસાફરી કરવી ખુબ હાલાકી ભોગવવી પડતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એન્જિનિયરો પર ભરોસો મુક્યો અને આજે ઠેરઠેર વંદે ભારત ટ્રેનમાં સમગ્ર દેશમાં મુસાફરી થઇ રહ્યી છે. ટ્રેનની સેવાઓમાં પણ ખુબ ખુબ મોટા પ્રમાણમાં ગુણવતા સભર સકારત્મક ફેરફારો જોવામાં આવી રહ્યા છે.પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસે દેશમાં ૬૦ વર્ષ જેટલું લાંબુ શાસન કર્યું પરંતુ ક્યારેય પણ ૫ વર્ષે કે ૧૦ વર્ષે હિસાબ આપ્યો નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ભાજપા સતત ૯મા વર્ષે પ્રજા સમક્ષ રીપોર્ટ કાર્ડ લઇને પહોંચી રહી છે. પાટીલે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે કોંગ્રેસની ઈર્ષાની માનસિકતા અંગે પ્રહાર કરતા જણાવ્યું કે, આખું વિશ્વ સરદાર વલ્લભભાઈ પટેલની વિશિષ્ઠ પ્રતિભાની સૌથી ઉંચી પ્રતિમાના દર્શન કરવા આવી રહ્યું છે પરંતુ આ કોંગ્રસના લોકોને દર્શન કરવાનો સમય નથી. પાટીલે વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે, માતૃવંદના યોજના અંતર્ગત ૨.૫ કરોડ ગરીબ બહેનોને ૧૦ હજાર કરોડ જેટલી માતબર રકમની સહાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ૧ લાખ ૬૮ હજાર હેલ્થ સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં સમગ્ર વિશ્વની નજર વિકસિત દેશો પર હતી પરંતુ વડાપ્રધાન મોદીએ આપણા વૈજ્ઞાનિકો પર વિશ્વાસ મુક્યો અને ખુબ ટૂંકા ગાળામાં સ્વદેશી રસીના ૨૦૦ કરોડથી પણ વધુ ડોઝ દરેક નાગરિકને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવ્યા. વિશ્વના લગભગ ૧૦૦ જેટલા દેશોમાં આપણે વેક્સીન પહોંચાડીને વસુધૈવ કુટુમ્બકમની આપણી સંસ્કૃતિને ફરી એક વખત દુનિયા સમક્ષ મૂકીને સ્વીકૃત કરાવી. કોરોના કાળમાં સતત ૨.૫ વર્ષથી ૮૦ કરોડથી પણ વધુ નાગરીકોને ૫ કિલો અનાજ આપીને ગરીબોને ભોજન આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. કિસાન સન્માન નિધિ અંતર્ગત ૧૮ કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા સીધેસીધા જમા કરાવવામાં આવે છે. ૪૫.૨૧ કરોડ જનધન ખાતા ખોલાવીને લાભાર્થીઓને મળતા લાભો કોઈપણ વચેટિયા વગર સીધેસીધા ખાતામાં કરવાનું ભગીરથ કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ છે.પાટીલે વધુમાં જણાવ્યું કે, દેશભરમાં ૧૨ કરોડથી પણ વધુ ગરીબ બહેનોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસનું કનેક્શન આપવામાં આવ્યું છે. જેના કારણે ચૂલ્યાના બળતણથી થતી બીમારીઓથી મહિલાઓના જીવ બચાવી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કરોડો લોકોના માથે છત આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. દેશની સમસ્યાઓને લાંબી ન ખેંચતા દરેક સમસ્યાનું સુખદ સમાધાન લાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. તેમાં રામ મંદિર નિર્માણ, ત્રિપલ તલાક, કાશ્મીર માંથી ૩૭૦ કલમ નાબુદી એ તેના મુખ્ય દ્રષ્ટાંતો છે. આપણા સીર્શસ્ત નેતૃત્વના કારણે આજે ભાજપના દરેક કાર્યકર્તાની છાતી ગદગદ ફૂલે છે. આંતકવાદીઓને જડબાતોડ જવાબ આપીને એર સ્ટ્રાઈક કરીને, સર્જીકલ સ્ટ્રાઈક કરીને સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો પરચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ આપી દીધો છે. ૨૦૨૪ની લોકસભા ચુંટણીઓને ખુબ ખુબ ઓછો સમય રહી ગયો છે. આવી તમામ બાબતો દરેક વ્યક્તિ સુધી પહોંચાડીને રાષ્ટ્ર સેવામાં જોતરવાની આપણી સૌની ફરજ છે. તે સૌ ફરજ આપણે સૌ નીષ્ઠાપૂર્વક નિભાવીએ તેવી અપીલ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે સમગ્ર કારોબારીને કરી હતી.પ્રદેશ કારોબારીને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભાજપાનો કાર્યકર્તા ૩૬૫ દિવસ સક્રિય રહીને જનસેવાના વિવિધ પ્રકલ્પોને પરિપૂર્ણ કરે છે. ભાજપાનો કાર્યકર્તા ક્યારેય પણ માત્ર ચુંટણીલક્ષી, રાજકીય ગતિવિધિઓમાં રચ્યો પચ્યો રહેતો નથી પરંતુ સામાજિક જવાબદારીઓનું સતત નિર્વહન કરે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આજે દેશનો દરેક નાગરિકને વિશ્વાસ છે કે દેશ પર કોઇપણપ્રકારની સમસ્યા આવશે તો તેનો ઉકેલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે છે અને તે સમસ્યાને તેઓશ્રી ઉકેલીને બતાવશે. છેવાડાના માનવી સુધી આપણી દરેક યોજનાઓ પહોંચે તે માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ અને લાભાર્થીઓ સુધી યોજનાના લાભો પહોંચાડીએ. દેશના દરેક વર્ગ અને દરેક ક્ષેત્ર માં કામ કરતા લોકો સુધી પહોંચીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવવાની અપીલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી હતી.સંગઠન મહામંત્રી રત્નાકરે ૩૦ મે થી લઇને ૩૦ જુન સુધી એક મહિનો ચાલનાર મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોની માહિતી ઉપસ્થિત સૌ સભ્યોને આપી હતી.પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ કારોબારીપૂર્ણ થયે પત્રકાર પરિષદને સંબોધી હતી. વાઘેલાએ કારોબારીમાં થયેલ કાર્યવાહી બાબતે માહિતી આપતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નૌ સાલ બેમિસાલ સાથે ભાજપા ઘર ઘર સંપર્ક કરશે. લોકસભા ક્ષેત્ર, વિધાનસભા ક્ષેત્ર મંડલ અને બુથ સુધીના વિવિધ કાર્યક્રમો ૩૦મી મેં થી ૩૦મી જુન દરમ્યાન યોજાશે. મહા જનસંપર્ક અભિયાન અંતર્ગત દરરોજ કોઈ ને કોઈ વિશિષ્ટ કાર્યક્રમનું મંડલ સુધી, બુથ સુધી આયોજન કરવામાં આવશે. ભાજપાના કાર્યકર્તાઓ દરેક વ્યક્તિનો સંપર્ક કરશે અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપશે તે સાથે વિસ્તારમાં થયેલ વિકાસ કાર્યો અંગે ચર્ચા-વિચારણા હાથ ધરશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અરવલ્લી ગાંધીનગર