ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ માં રાજ્ય મંત્રી મંડળ ના મંત્રી ઓએ એસ ટી ની વોલ્વો બસ માં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું.

ચિંતન શિબિર માટે એકતા નગર પહોંચવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ માં રાજ્ય મંત્રી મંડળ ના મંત્રી ઓએ એસ ટી ની વોલ્વો બસ માં સામૂહિક પ્રવાસ રૂપે પ્રસ્થાન કર્યું હતું.

Views: 103
0 0
Spread the love

Read Time:2 Minute, 6 Second

સામૂહિક ચિંતન પહેલા સામૂહિક પ્રવાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન માં એક પ્રશસ્ય પ્રયોગ:

વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ રાજ્ય ના પ્રશાસનિક તંત્ર ને જન સેવા માટે વધુ લોકાભિમુખ  બનાવવા ના અભિનવ વિચાર સાથે  તેમના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળ માં ૨૦૦૩ થી શરુ કરેલી ચિંતન શિબિર ની આ ૧૦ મી ચિંતન શિબિર આજથી ત્રણ દિવસ માટે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર માં શરૂ થઈ રહી છે

આ શિબિરમાં સહભાગી થવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ મંત્રીઓ તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને રાજ્ય સરકાર ના વરિષ્ઠ સચિવો તથા જિલ્લાઓ ના કલેકટર , જિલ્લા વિકાસ અધિકારીઓ અને અન્ય અધિકારીઓ સૌ કોઈ પોતાના સરકારી વાહન ને બદલે એસ ટી ની વોલ્વો બસમાં સહપ્રવાસી બનીને ગાંધીનગર તેમજ અલગ અલગ સ્થળોએ થી રવાના થયા હતા.ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલ ના કોમ્યુનિટી સેન્ટર ખાતે થી મુખ્ય મંત્રી અને મંત્રી ઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાત ના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરત થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટ થી એમ સમગ્રતયા ૯ વોલ્વો બસ મારફતે ૨૧૮ જેટલા લોકો બપોરે એકતા નગર પહોંચશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત