પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પંકજ મુનિ મહારાજ ફક્ત કંતાન વીંટી પાંચ દિવસ સુધી દરરોજ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી છાણા સળગાવી તેની વચ્ચે બેસી તપ સાધના કરશે
અમદાવાદમાં પ્રથમ વખત મહેશ બારોટને ત્યાં “ક્રિશ નિવાસ” 20, ઉમા ગ્રીન લેન્ડ બંગલો, ટેનિસ કોર્ટ પાસે, સાયન્સ સિટીની સામે, સાયન્સ સિટીનાં ઘરઆંગણે ફક્કડપંકજમુનિ બાપુની અગ્નિ સાધના પર્વનું તા. ૧ થી ૫ જૂન સુધી એટલે કે પાંચ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું છે.સૌ ભક્તોને આ સાધના પર્વમાં જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પંકજ મુનિ મહારાજ ફક્ત કંતાન વીંટી પાંચ દિવસ સુધી દરરોજ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી છાણા સળગાવી તેની વચ્ચે અન્ન લીધા વગર બેસી તપ સાધના કરશે.
મધ્યપ્રદેશના મૂળ વતની એવા ફક્કડપંકજમુનિ બાપુ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પંકજ મુનિ મહારાજના માતા – પિતા આઇપીએસ અને આઈએએસ છે. છેલ્લા ૨૫ વર્ષથી આ અગ્નિ અને જલ તપસ્યા કરે છે. 14 વર્ષની ઉંમરથી તેમણે તપ સાધના માર્ગે જવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો અને અન્ન નહીં ખાવાનો ત્યાગ કર્યો છે અને ફક્ત પાણી પીને જીવન જીવવાનું નક્કી કર્યું પવિત્ર અગ્નિએ શ્રદ્ધા છે. આમ , સૌ પ્રથમ વખત અમદાવાદમાં ફક્કડપંકજમુનિ બાપુની અગ્નિ સાધના પર્વ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પંકજ મુનિ મહારાજનું અમદાવાદની પાવન ભૂમિ પર આગમન થયું છે. કપરી તપસ્યાના સ્મારક સમી આ અગ્નિસાધનાના દર્શન કરવાનો સમય સવારે 8:30 થી સાંજે 9 છે. આધ્યાત્મિક સત્સંગ રોજ રાત્રે 9 થી 10 સુધી રાખવામાં આવેલ છે.
આ અગ્નિ સાધના પર્વ યોજના વિશે મહેશ બારોટે (ગોતા)જણાવ્યું હતું કે ફક્કડપંકજમુનિ બાપુ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પંકજ મુનિ મહારાજ છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાત તેમજ અન્ય જગ્યાએ બેસી તપ કરી રહ્યા છે.ઉનાળામાં અગ્નિ સાધના અને શિયાળામાં જલ સાધના થકી કપરી તપસ્યાના સ્મારક બન્યા છે હાલમાં તેમની ઉંમર 40 વર્ષની છે. ૪૧ દિવસ સુધી સતત એકધારા બેસીને તેમણે તપસ્યા કરેલી છે જે એક રેકોર્ડ છે. તેમની શ્રદ્ધા માટે નિસ્વાર્થ અને દેશ માટેનું તપ છે. દેશના લોક કલ્યાણ માટેની ભાવના તેમનામાં રહેલી છે તેને જોયું છે. અલગ અલગ રાજ્યોમાં પણ તેમના આશ્રમો આવેલા છે. જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલે છે પણ તેમનો મૂળ ઉદ્દેશ્ય છે કે અલગ અલગ જગ્યાએ જઈને તપ કરીને ધર્મની જાગૃતિ અને હિન્દુ તત્વની વાત કરવાની ખુબજ એમની ઈચ્છા છે. આધ્યાત્મિક પ્રવચન વખતે તેમણે તેમના પોતાના વિશે કંઈ પણ વાત કરી નથી અને દેશના કલ્યાણ માટે કોઈપણ સ્વાર્થ વગર વાત કરે છે. પ્રથમ દિવસે અમારા પ્રાંગણમાં પૂજા કરી અગ્નિ સાધના માટે તેમનો અમે પ્રવેશ કરાવ્યો છે
અને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તેઓ તપ અગ્નિ સાધના કરશે. સવારથી તેમના દર્શન કરવા માટે હજારો ભાવિ ભક્તો આવી રહ્યા છે. દેશમાં ઘણા સાધુ સંતો હોય છે પરંતુ આ સાધુ કંઈક અલગ જ છે જે પોતાના શરીરને કષ્ટ આપીને દાખલો બેસાડ્યો છે કે ભક્તિ આને કહેવાય. આવા સાધુ સંતોથી દેશની હિન્દુ રાષ્ટ્રની સંસ્કૃતિ ટકી રહેલી છે. દેશમાં કોઈપણ સમસ્યા કે વિકટ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આવા સાધુ-સંતોથી તે ઉકેલ લાવી શકાય છે એવી મારી શ્રદ્ધા છે. આવા સાધુ સંતોના આશીર્વાદ દેશના લોકોને મળે છે જેથી આપણી દેશની સંસ્કૃતિ ભુલાશે નહીં .ફક્કડપંકજમુનિ બાપુ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર પંકજ મુનિ મહારાજે એક સંદેશ લોકોને આપતા જણાવ્યું હતું કે દરેક લોકો જીવનમાં ખુશ રહે અને આપણી અંતરજ્યોતિ દ્રઢ રહે.વ્યક્તિનું જીવન મન મક્કમ રહે સંકલ્પ શક્તિવાન હોવું જોઈએ. વ્યક્તિ નીચે ગીરે તો પશુથી પણ નીચે જઈ શકે છે અને જો વ્યક્તિ ઉપર ઊઠે તો દેવતાઓથી પણ ઉપર જઈ શકે છે.અનંત આકાશની ઊંચાઈઓ સુધી પહોંચી શકીએ તેવા વ્યક્તિના ઉચ્ચ વિચાર હોવા જોઈએ ઉત્કર્ષ વિચાર ઉપર લઈ જાય છે નષ્ટ વિચાર નીચે લઈ જાય છે. સાધના નો મતલબ છે રતિ રતિ અપને આપકો છાંટના અને આપણે પણ પોતાને સમજવું. ધર્મ શાસ્ત્રો વાંચવાથી જીવન સમજમાં આવે એવું જરૂરી નથી . પહેલું શાસ્ત્ર જન્મ અને પછી મૃત્યુ છે. જન્મ અને મૃત્યુની વચ્ચે જીવનરૂપી સરિતા વહી રહી છે અને પ્રવાહિત થઈ રહી છે. બીજાની આત્મકથા વાંચો પણ બીજાની આત્મકથાથી આપણા જીવન પર કોઈ અસર થવાની નથી પરંતુ પોતાની આત્મકથા અને પોતાના વિચારો વાંચો અને સમજો તે આપણા પોતાના માટે વધારે સાર્થક બની રહેશે. સનાતનની એક સંસ્કૃતિ રહેલી છે જેવી રીતે ઋષિ મુનિઓ પહેલાના જમાનામાં હતા તેવી રીતે સંસ્કૃત પરંપરાઓમાં સાધનાઓનું એક ક્ષેત્ર રહેલું છે , અલગ અલગ સાધનાઓ જેમકે વરસાદમાં ઝાડ નીચે ચતુર્માસની સાધના , ગરમીમાં અગ્નિ સાધના . જે વસ્તુઓથી તમે આશક્ત રહેશો તેટલું દુખ વધારે ઉઠાવવું પડશે. રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ અને રાષ્ટ્ર માટે સંકલ્પબદ્ધ રહેવું જોઈએ. રાષ્ટ્ર છે તો ધર્મ છે. દરેક લોકોને રાષ્ટ્ર પ્રત્યે લાગણી અને આદર હોવો જોઈએ. રાષ્ટ્ર માટે જેણે બલિદાન આપ્યું છે તે આજે પણ અમર છે.