ગાંધીનગર જૈન સંઘ દ્વારા આયોજિત અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર જૈન સંઘ દ્વારા આયોજિત અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા

Views: 114
0 0
Spread the love

Read Time:2 Minute, 45 Second

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રપટેલ ચાતુમાર્સ એટલે ભક્તિ અને ઉલ્લાસનો સમન્વય છે ગુરૂજનોના પ્રવચનો દ્વારા માનસિક નવજીવન મળે છે. જીવનનું સાચું સુખ તો મહારાજ સાહેબ જેવા વંદનીય સાઘુ સંતો પાસે છે

ગાંધીનગર જૈન સંઘ દ્વારા શંખેશ્વર પાર્શ્વનાથદાદાના જિનાલય સંકુલ, સેકટર- ૨૨ ખાતે પ.પૂ ગચ્છાઘિપતિ આ.ભ. વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ અને પ.પૂ.આ.ભ વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મહારાજ શ્રમણ – શ્રમણી આદિઠાણા- ૬૧નો અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ના હસ્તે શોભાયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહારાજ સાહેબના આર્શીવાદ મેળવી રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચાતુમાર્સ એટલે ભક્તિ અને ઉલ્લાસનો સમન્વય છે. ચાતુમાર્સ દરમ્યાન પ્રકૃતિ વરસાદથી ભીંજાય છે. આપણે સૌ ગુરૂજનોના આશિર્વચનો થકી જ્ઞાનમાં ભીંજાવાનો અવસર મળે છે. ગુરૂજનોના પ્રવચનો દ્વારા માનસિક નવજીવન મળે છે. મહારાજ સાહેબ સરળ હદયી અને સંપ, એકતા અને સંગઠન થકી ઘર્મકાર્યો કરી રહ્યાં છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સાઘન સંપન્ન લોકો પણ સર્વે ભૌતિક સુખોનો ત્યાગ કરીને દિક્ષા ગ્રહણ કરે છે, તે વાત આપણા સૌ માટે પ્રેરણારૂપ છે કે જીવનનું સાચું સુખ તો મહારાજ સાહેબ જેવા વંદનીય સાઘુ – સંતો પાસે છે.

શોભાયાત્રામાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ અને બંઘુઓ જોડાયા હતા. આ પ્રસંગે ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ સહિત જૈન સમાજના અગ્રણીઓ અને સમાજના બંઘુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ