સતત આઠમા વર્ષે અભિગમ- આશા ફાઉન્ડેશન દ્વારા ‘પર્યાવરણ મિત્ર’ઝુંબેશ અંતર્ગત પર્યાવરણ જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

સતત આઠમા વર્ષે અભિગમ- આશા ફાઉન્ડેશન દ્વારા ‘પર્યાવરણ મિત્ર’ઝુંબેશ અંતર્ગત પર્યાવરણ જન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

Views: 92
0 0
Spread the love

Read Time:2 Minute, 49 Second

પર્યાવરણમિત્ર” બનીને વૃક્ષ અને પર્યાવરણ જતન માટેના ૩૦૦ થી વધુ સ્થાનિકોએ લેખિતમાં સંકલ્પ લીધા

માનવીએ કુદરતે આપેલ અમુલ્ય ભેટ એવા પર્યાવરણને કોઈ ને કોઈ રીતે નુકશાન કરી રહ્યા છે પર્યાવરણ જતન માટે  સતત આઠમા વર્ષે ‘પર્યાવરણ મિત્ર’ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આપણે સકારાત્મક પ્રયત્નોમાં ભાગ લેવાનાં આહવાન કરતા અભિગમનાં કન્વીનર હિરેન બેન્કર જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે ત્યારે સમાજમાં પર્યાવરણ અંગેની લોકોમાં જનજાગૃતિ અને આપણું અમદાવાદ શહેર હરિયાળું બને એ અર્થે
રાણીપ ખાતે “અભિગમ” અને “એસોશિયેશન ઓફ સોશિયલ એન્ડ હેલ્થ અવેરનેશ” (આશા ફાઉન્ડેશન)ના સંયુક્ત ઉપક્રમે સતત આઠમા વર્ષે “પર્યાવરણમિત્ર ઝુંબેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણમિત્રો દ્વારા સ્થાનિક રહીશોને “વૃક્ષ વાવો – વૃક્ષનું જતન કરો”ના

પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી:હિરેન બેન્કર

અભિગમને સૌ અપનાવે એ હેતુથી વિના મુલ્યે વૃક્ષ-છોડ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો, મહિલાઓ અને સ્થાનિકોએ ૩૦૦ વધુ જુદા જુદા છોડ-વૃક્ષનાં રોપ લઈ માત્ર વાવેતર નહીં પરંતુ તેનું જતન કરવાની પણ નેમ લીધી હતી. રાણીપ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા.

પર્યાવરણમિત્ર” બનીને વૃક્ષ અને પર્યાવરણ જતન માટેના ૩૦૦ થી વધુ સ્થાનિકોએ લેખિતમાં સંકલ્પ લીધા હતા.અભિગમ-આશા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે પર્યાવરણ જતન, જનજાગૃતિ માટે વૃક્ષ-છોડ વિતરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં શિક્ષણવિદ અને કોંગ્રેસ પક્ષનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી, મહેશ ભરવાડ, હર્ષ મકવાણા, ભાવિક સોલંકી, હિરેન ધામણકર, મયુરભાઈ સોલંકી, દિપક કણજારીયા, હિરેન પરમાર, સની મોદી, ભરતભાઈ શાહ, ગણપત કલાલ, આકાશ સોલંકી, ગોપાલભાઈ, રેલીશભાઈ સહિત રાણીપ વિસ્તારના આગેવાનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગાંધીનગર ગુજરાત દેશ વિદેશ