મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ ના ઉપક્રમે દર વર્ષે યોજાતી આ સ્પર્ધામાં શહેરના સાત વર્ષથી લઈ 70 વર્ષના ગાયક કલાકારો એ જુના નવા ફિલ્મી ગીતો ગાય અને સૌને મોહિત કર્યા હતા.
30 થી વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ અને આખા વાતાવરણને ગાંધીનગર ગાતું હોય તેવી અનુભૂતિ કરાવી હતી કલા સંસ્કૃતિ ની અનોખી ઓળખ ગાંધીનગર ધરાવે છે સાહિત્ય પ્રેમીઓ તેમજ કલા પ્રેમીઓ અહીં વિશાળ સંખ્યામાં નિવાસ કરતા હોવાથી મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરના કલાકારોને એક ઓળખ મલે તે માટે બેસ્ટ સિંગર ઓફ ધ સીટી સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવ સમિતિના અધ્યક્ષ અને મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે ગાંધીનગર ના કલાકારો અને ગાંધીનગર ની કલા ગાંધીનગરના સ્ટેજ ઉપર રજૂ થતી જોઈએ અમને ખૂબ આનંદ આનંદ થાય છે. ગાંધીનગર માં ગણેશની ઉપાસના પર્વમાં શારદાની વંદના અનોખો અભિગમ અમને ગર્વ અપાવે છે.ચાર જુદા જુદા વિભાગોમાં યોજાયેલા સ્પર્ધામાં શહેરના નાના-મોટા સૌ કલાકારો એ પોતાની સંગીત આરાધના નું અનોખું પ્રદર્શન કરી અને જે ગીતો રજૂ કર્યા હતા તેનાથી સૌ પ્રભાવિત થયા હતા બે વિભાગોમાં તો સ્પર્ધા વધુ રોચક અને તીવ્ર જોવા મળી હતીનાના ભૂલકાઓ દ્વારા જે રીતે ગીતો રજૂ થયા અને છેલ્લે 60 થી વધુ વયના કલાકારોએ ગીતો રજૂ કર્યા તેનાથી જુના અને નવા ફિલ્મી ગીતો એ પ્રેક્ષકોને સતત ગણગણતા રાખ્યા હતા સંગીત ની ટ્રેક ઉપર આ ગીતો રજૂ કરી કલાકારો એ એ અદભુત સંગીત આરાધના નું પ્રદર્શન કર્યું હતું.
આ ક્રાયક્રમ ની પ્રારંભ ગણેશજી ની પૂજા અર્ચના – આરતી કરીને કરવા માં આવ્યો હતો
ગાંધીનગર ના આ લોકોત્સવ માં શ્રી ગણેશજી ની આરતી તથા પુજામાં ગાંધીનગર નાઅગ્રણી બિલ્ડર શ્રી રજનીભાઇ પટેલ વિધાતા એસોસિયેટ તેમજ સેકટર -૨૨ શોપિંગ સેન્ટર ના અગ્રણી મોભી કાળીદાસ પટેલ, પ્રભાતભાઈ દેસાઈ, પ્રકાશભાઇ સુખડિયા, વિરભદ્રસિંહ વાઘેલા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતનાં અગ્રણી મોભી કનૈયાલાલ પંડ્યા તેમજ ગાંધીનગર નાગરીક બેન્ક ના પૂર્વ ચેરમેન શ્રી હિમાંશુભાઇ પટેલ સાથે કડવા પાટીદાર સમાજ શ્રીઉમિયા માતાજી સંસ્થાનના અગ્રણી શ મહેન્દ્ર ભાઇ પટેલ શ દિનેશભાઈ પટેલ વસંતભાઇ પટેલ, ડો.ડી.પી.પટેલ, ભરતભાઈ પટેલ, અજયભાઇ પટેલ, શ્રીફેનીલ ભાઇ પટેલ, પ્રજ્ઞેશ ભાઇ પટેલ તથા આમ આદમી પાર્ટીના અગ્રણી મુકેશભાઇ પટેલ,ગાંધીનગર પ્રજાપતિ સમાજ નાં આગેવાનો સર્વ મુકેશ ભાઇ ઉપાલા, રાજેન્દ્ર ભાઇ પ્રજાપતિ, પોપટલાલ પ્રજાપતિ, અલ્પેશભાઇ પ્રજાપતિ, રાજેશભાઇ પ્રજાપતિ, લીલાબેન પ્રજાપતિ, શ્રી બાબુભાઈ પ્રજાપતિ, દશરથભાઇ પ્રજાપતિ, નટવરભાઈ ઉપાલા, અમીબેન પ્રજાપતિ, પ્રહલાદભાઈ પ્રજાપતિ, નરણભાઈ પ્રજાપતિ,મુસ્લિમ સમાજ ના આગેવાનો સર્વશ્રી યુનુસ પરમાર, હનીફભાઇ શેખ, આદિલ પીરઝાદા, મોઈન પઠાણ, અમનભાઇ, યુસુફખાન પઠાણ, ઇમરાન સિપાહી ઠાકોર સમાજના અગ્રણી તથા પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર સાથે જયદીપ ઠાકોર, હસમુખભાઇ મકવાણા, પંકજભાઇ ઠાકોર, કાળુસિંહ ઠાકોર, પ્રભાતસિંહ ઠાકોર, નવુજી વાઘેલા, આશાબેન ઠાકોર, નંદાબેન ઠાકોર, વિક્રમસિંહ ઠાકોર, રીપલબેન ઠાકોર, કરશનજી ઠાકોર, દશરથજી ઠાકોર, સેંધાજી ઠાકોર તથા આગેવાનો, સમસ્ત પરીવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.