સ્કૂલ બોર્ડ અમદાવાદના ૧૦૦૦ બાળ વૈજ્ઞાનિકો દ્વારા બાળવિજ્ઞાનપ્રદર્શન યોજાયું

સ્કૂલ બોર્ડ અમદાવાદના ૧૦૦૦ બાળ વૈજ્ઞાનિકો દ્વારા બાળવિજ્ઞાનપ્રદર્શન યોજાયું

Views: 460
1 0
Spread the love

Read Time:8 Minute, 57 Second

ધોરણ ૬ થી૮ ના વિદ્યાર્થીઓ માટે “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન”નું આયોજન તારીખ ૩-૪ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અમદાવાદના પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, બોડકદેવ ખાતેકરવામાં આવ્યું હતું

અમદાવાદના પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, બોડકદેવ ખાતેકરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં દરેક શાળામાંથી એક શિક્ષક અને બે વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં ધોરણ ૬ થી ૮ના ૧૦૦૦ બાળ વૈજ્ઞાનિકોએ ૪૩૫ કૃતિ રજૂ કરી હતી. આ સમગ્ર પ્રદર્શનના કેન્દ્રમાં મુખ્ય વિચાર “સમાજ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” રાખવામાં આવ્યો હતો. બાળ વિજ્ઞાન પ્રદર્શનના શુભારંભમાં આવનાર મહાનુભાવોએ મુખ્ય વિષયના આધારે અલગ અલગ પાંચ વિભાગ અનુક્રમે સ્વાસ્થ્ય, પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી, કૃષિ,પ્રત્યાયનવાહન વ્યવહાર અને ગણનાત્મક ચિંતનમાં કોમ્પ્યુટરના ઉપયોગની મુલાકાત લઇ ખાસ કરીને અંધશ્રદ્ધા નિવારણ માટેના પ્રયોગો અને સંસ્કારધામ દ્વારા વિજ્ઞાન ના જીવંત સુંદર પ્રશિક્ષણ મોડેલો ,ગુજરાત સરકારના નાગરિક ઉડયન વિભાગ દ્વારા તૈયાર કરેલી સિમ્યુંલેટર બસમાં વિદ્યાર્થીઓને પાયલોટના પ્રશિક્ષણની અનુભૂતિ સહિતના વિભાગોની મુલાકાત લઇ બાળકોનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.આ પ્રદર્શનમાં પહેલા પાંચ સ્થાને આવનાર બાળ વૈજ્ઞાનિકો રાજ્યના ઝોન કક્ષાએ આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સહભાગી થશે.જીસીઈઆરટી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ શહેર તથા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા .આ સમગ્ર કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સ્કૂલ બોર્ડની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોની વેશભૂષા અને સલામ તુજે ISRO જેવા ગીત ઉપર સ્ટેજ પરફોર્મન્સ કરી સમગ્ર કાર્યક્રમને ઉર્જાવંત બનાવી દેવામાં આવ્યો હતો. પ્રાસંગિક ઉદ્દબોધનમાં સ્કૂલ બોર્ડ ચેરમેન ડો.સુજય મહેતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવેલા “ જય જવાન ,જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન” સ્લોગનને યાદ કરીને આ સ્લોગનમાં અનુસંધાનએ સંશોધન અને INOVATION છે તેમ જણાવ્યું હતું. અત્યારના યુગમાં કોઈપણ રાષ્ટ્રની તાકાત સંશોધન અને INOVATION છે સ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓ આ દિશામાં આગળ વધે તે માટે તમામ શાળાના શિક્ષકો દ્વારા વાંચન,ગણન, લેખન થી લઈને રોબોટિક ટેકનોલોજી સુધીનો મહાવરો કરાવવામાં આવે છે. ઉદ્દબોધનના અંતમાં આદરણીય મોદી સાહેબ દ્વારા અમેરિકી સંસદમાં રજુ કરેલી“ સુરજ અબ ઉગ રહા હૈ ”કવિતાની પંક્તિઓ સ્મરણ કરતા તેમને જેમ ભારતનો સૂર્ય ઉંચે ચઢી રહ્યો છે તેમ અમદાવાદ સ્કુલ બોર્ડ ગુણાત્મક ઉંચાઈઓ હાંસિલ કરી રહ્યું છે. જેને માટે ટીમ સ્કૂલ બોર્ડની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે.કાર્યક્રમના વિશેષ આમંત્રિત વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર તેમના પ્રવચનમાં સ્કૂલ બોર્ડના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને બિરદાવતા કહ્યું કે સ્કૂલ બોર્ડના કાર્યક્રમમાં આવું ત્યારે સાચા ગુરુ શિષ્ય પરંપરાનો અહેસાસ થાય છે.તે જ પરિણામે સ્કૂલ બોર્ડ આટલી મર્યાદાઓ વચ્ચે પણ ખાનગી શાળાઓ પણ ન કરી શકે તેવા અદભુત પ્રયોગો સાથેનું સફળ વિજ્ઞાન પ્રદર્શન કરી શકે છે. સાથે તેઓએ જણાવ્યું કે ભારતનો વિજ્ઞાન સાથેનો સબંધ પૌરાણિક કાળથી આપણા પૂર્વજો સાથે જોડાયેલો ભવ્ય ઈતિહાસ છે. જેના આપણે સૌ વંશજો છીએ પરિણામે આપણા વિદ્યાર્થીઓજ આવતા સમયમાં ISRO ના વૈજ્ઞાનિક તરીકે ઉભરી આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અમદાવાદ મહાનગરના મેયર પ્રતિભાબેન જૈન દ્વારા સ્કૂલ બોર્ડ અને બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા તેમને જણાવ્યુ કે આ કાર્યક્રમ દ્વારા ભારતના ઉજ્જવળ અને ઉન્નત ભવિષ્યના દર્શન થાય છે. સાથે સ્કૂલ બોર્ડ ટીમને ખૂબ અભિનંદન પાઠવતા જણાવ્યું કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જ ભવિષ્યનું ભારત નિર્માણ થનાર છે અને ભારત વિશ્વ ગુરુ પ્રસ્થાપિત થશે. ભારત આજે વિજ્ઞાન ક્ષેત્રમાં અદ્વિતીય પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આજનો વિદ્યાર્થી પણ આ ક્ષેત્રમાં વધુ રૂચી કેળવે અને વિશ્વ ફલક ઉપર કાર્ય કરવા સક્ષમ બને તે માટે આ પ્રકારના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનો થાય તે પ્રશંસનીય છે. તેમજ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓ, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત શાળાઓ, ફિલ્ડ વિઝીટ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ, વિવિધ માળખાકીય સુવિધા, સંવેદનશીલ સિગ્નલ સ્કૂલ, ખાનગી શાળાઓમાંથી સ્કૂલ બોર્ડની શાળાઓમાં મહત્તમ પ્રવેશ અને વિવિધ પ્રવૃતિઓ દ્વારા અપાતા ઉત્તમ શિક્ષણ માટે બિરદાવવામાં આવ્યા. કાર્યક્રમના અંતમાં સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન વિપુલભાઈ સેવકે સ્કૂલ બોર્ડ દ્વારા 2020 અંતર્ગત વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાની બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તેમનો કિંમતી સમય ફાળવીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આવ્યા તે બદલ આભાર વ્યક્ત કરાયો સાથે પ્રદર્શનમાં ઉત્તમ કૃતિઓ રજુ કરનાર વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શિક્ષકો ખરેખર પ્રશંસાના હક્કદાર છે.

નગર પ્રા.શિ.સમિતિના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વૈજ્ઞાનિક બનીને દેશ સેવા કરી શકે તેવું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને અત્યારથી જ પુરૂ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.સમગ્ર કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્રભાઈ શાહ, વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઇ ઠાકર, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ,દંડક શીતલબેન ડાગા, સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉ. સુજય મહેતા, મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન દિપ્તીબેન અમરકોટિયા,મટેરિયલ અને પર્ચેગ કમિટીના ચેરમેન આશિષભાઈ પટેલ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન વિપુલભાઇ સેવક, શાસનાધિકારી ડૉ.એલ.ડી.દેસાઈ, સ્કૂલ બોર્ડ સભ્ય ઓ તથા GCERT ના રિડર વિજયભાઈ પટેલની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રદર્શન ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ નિહાળ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
અમદાવાદ ગુજરાત દેશ વિદેશ