GCCI તેમજ ઇન્ડિયન લોયર્સ એસોસિએશન (ILA) દ્વારા ILA ની છઠ્ઠી વાર્ષિક કોન્ફરન્સ તેમજ વિવિધ કાયદાકીય વિષયો પર પેનલ ચર્ચાનું આયોજન. કર્યું

GCCI તેમજ ઇન્ડિયન લોયર્સ એસોસિએશન (ILA) દ્વારા ILA ની છઠ્ઠી વાર્ષિક કોન્ફરન્સ તેમજ વિવિધ કાયદાકીય વિષયો પર પેનલ ચર્ચાનું આયોજન. કર્યું

Views: 4
1 0
Spread the love

Read Time:4 Minute, 30 Second

આ પ્રસંગે ઉદબોધન કરતાં GCCI ના પ્રમુખશ્રી સંદીપ એન્જિનિયરે આ મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન માટે GCCI IPR કમિટીના ચેરમેન આયુષ મોદી તેમજ GCCI ADRC કમિટીના ચેરમેન મિતુલ શેલતને તેઓના પ્રયત્નો માટે અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની આપણા દેશને વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” બનાવવાના સંદર્ભમાં આ કાર્યક્રમનું આયોજન સાચેજ મહત્વપૂર્ણ છે કારણ કે કાર્યક્રમનો એક વિષય વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” પર ચર્ચા અંગેનો પણ છે. તેઓએ ઉપસ્થિત નામાંકિત વક્તાઓની નોંધ લેતાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા પ્રાપ્ત માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન કાર્યક્રમના બધા સહભાગીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેઓએ જ્યારે આપણો દેશ એક વિકસિત દેશ બનવા અગ્રેસર થઈ રહેલ છે ત્યારે લીટીગેશન, આર્બિટ્રેશન તેમજ ડિસ્પ્યુટ રિસોલ્યુશન બાબતે આપણે વધુ આધુનિક પદ્ધતિઓ વિશે જાણીએ તેમજ તેને અપનાવીએ તે જરૂરી છે. તેઓએ ILACON-2024 ની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી તેમજ આ મહત્વપૂર્ણ પ્રસંગના આયોજનમાં GCCI ના સહયોગની ખાસ નોંધ લીધી હતી.

GCCI તેમજ ઇન્ડિયન લોયર્સ એસોસિએશન (ILA) દ્વારા ILA ની છઠ્ઠી વાર્ષિક કોન્ફરન્સ તેમજ વિવિધ કાયદાકીય વિષયો પર પેનલ ચર્ચાનું આયોજન. કર્યું

ત્રીજા પ્લેનરી સેશનનું સંચાલન આદિત્ય બી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વક્તાઓમાં ભરત રાયચંદાણી, ભાવિક લાલન, કુણાલ યાદવ, પ્રકાશ ધોપાટકર, વિનય રાઠી તેમજ જયદીપ વર્માનો સમાવેશ થતો હતો. તેઓએ લિટિગેશન, આર્બિટ્રેશન અને ડિસ્પ્યુટ રિઝોલ્યુશન વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી તેમજ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે બે (02) બ્રેકઆઉટ સત્રોનું આયોજન કરવામા આવ્યું હતું જે નિષ્ણાંત વક્તાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. સત્ર (1) રોજગાર અને શ્રમ કાયદા જેમાં કુ. પૂજા મુરારકા અને પ્રિયંક ઝવેરી અને સત્ર (2) બૌદ્ધિક સંપદા (IPR) નું સંચાલન નમ્રતા ત્રિવેદીએ કર્યું હતું અને પેનલના સભ્યો પલ્લવી પરમાર, ડો. અનિરુદ્ધ બાબર અને આનંદદય મિશ્રા હતા. આદિત્ય મહેતા દ્વારા આભારવિધિ પછી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
ગુજરાત