પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ (શનિવારે) પહેલીવાર વડોદરા ની મુલાકાતે આવ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશને તેમનુ ભવ્ય સ્વાગત કરવા માં આબ્યોઉં હતુ. જ્યાં કાર્યકરોની ભીડ મોટી સર્જાઈ હતી. તેમજ સી.આર. પાટીલના મોઢા પરથી માસ્ક ઉતરી જતા ટીકાઓ શરૂ થઈ ગઈ હતી. એટલુ જ નહીં, રેલવે સ્ટેશનથી ભાજપ કાર્યાલય સુધીની રેલી નીકળતા સોશ્યલ ડિસ્ટન્સિંગ ધજીયા ઉડી ગયા હતા શહેરના સમા તળાવ પાસેની નૂત્તન વિદ્યાલય ખાતે રક્તતુલાના કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, લહ જેહાદના કાયદા સાથે હું બિલકુલ સંમત છું. જો કોઈ રીતે જબરજસ્તીથી છોકરીને ભગાડવાનો પ્રયત્ન કરે તો કાયદાકીય પગલા ભરવા જ જોઈએ તેમ કહ્યું હતું.કોર્પોરેશનની આગામી ચૂંટણીને લઈને સી.આર. પાટીલે કહ્યું હતું કે, જે રીતનો કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને આયોજન છે તે જોતા આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ પુરે પુર સીટો જીતશે તેવો મને કાર્યકર્તાઓ પર ભરોસો છે. અમે તો 2022ની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુધીની તૈયારીઓ કરી રહ્યાં છીએ. પેજ કમિટી અને બુથ કમિટિઓ લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનો મને વિશ્વાસ આપ્યો છે.
તમને જણાવી દઇએ કે, પોતાના વિવિધ નિવેદનો અને નિર્ણયોથી સી.આર.પાટીલ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ અચરજ પમાડતા રહ્યાં છે. ત્યાં જ આજે વડોદરામાં ભાજપ કાર્યલયમાં સંગઠનની બેઠકમાં પણ તેમણે એવી વાત કહી કે ભાજપના કાર્યકરોમા સન્નાટો છવાઇ ગયો હતો. આ બેઠકમાં આગામી દિવસોમાં આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અને તે અંગેના એજન્ડા અંગે આ બેઠકમાં ચર્ચા થઇ હતી. બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને સાફ શબ્દોમાં કહી દીધું હતું કે, ‘હવે ભાજપમાં એક પરિવારમાં એક જ હોદ્દો અપાશે.” આમાં કોઈ નો ચાલશે નહીં કામની આધાર પણ નક્કી કરવામાં આવશે
પાટીલે કાર્યકરોને જણાવ્યું કે, હવે ભાજપ સંગઠનમાં પ્રતિ ઘર દીઠ એક જ હોદ્દો મળશે. જે સંગઠનનો હોદ્દો ધરાવતા હશે તેમને ચૂંટણીમાં ટિકિટ નહીં મળે. વડોદરા ભાજપ સંગઠનમાં જે લોકોને સ્થાન મળ્યું છે તેઓ ટિકિટ માટે મહેનત ના કરે. પાટીલના આ નિવેદનથી ભાજપના ટિકિટ વાંચ્છુક નેતાઓ અને હોદ્દેદારોનું સપનું રોળાયું છે