–સાંતેજ ગામના ખેડૂતો સાથે નિમેષ પટેલ દ્વારા આચરેલી છેતરપીંડીનો ભોગ બનતાં ખેડૂતોની પત્રકાર પરિષદ
અમદાવાદના સાંતેજ ગામ અને રકનપુર ગામના ૧૫થી વધુ ખેડૂતો સાથે વેચાણ થયેલી જમીન પર ખોટી રીતના વાંધા ઊભા કરીને સામસામે મોટાપાયે છેતરપિંડી કરીને ગુનો આચરવામાં આવ્યો છે સમગ્ર મામલે સાંતેજ તેમજ રકનપુર ના ભોગ બનેલા ખેડૂતો દ્વારા પાલડીમાં પત્રકાર પરિષદ બોલાવીને મુખ્ય આરોપી નિમેષ પટેલ ને ખુલ્લો પાડયો હતો. અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા નિમેષ પટેલ દ્વારા કલોલ તાલુકા ની
સાતેજ ગામમાં ખેડૂતોને વારસામાં મળેલી જમીન ને વેચાણ કરવા તેમજ વેચાણ થયેલી જમીન ઉપર સામેવાળાને વાંધા અરજીઓ ઊભી કરીને ખેડૂતોને સારા ભાવ અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરતો ઘાટલોડીયાનો નિમેષ પટેલ વિરુદ્ધ ગાંધીનગર કલેકટર તેમજ dgp આશિષ ભાટિયા ને આવેદનપત્ર સોંપવામાં આવેલું સાથે જ આ ભોગ બનનાર ખેડૂત પરિવારો દ્વારા મીડિયાના માધ્યમથી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવા બાબતે માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે સાંતેજ તેમજ રકનપુર ગામના ઘણા બધા ખેડૂત પરિવારો ને વિશ્વાસમાં લઈને નિમેષ પટેલ દ્વારા બિલ્ડરને જમીન વેચાણ કરાવીને ખૂબ જ મોટો લાભ અપાવવાની લાલચ આપીને તેમજ વળતર નહીં આપીને છેતરપિંડી આચરવાનું કૌભાંડ નાના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું સમગ્ર મામલે ખેડૂતોના એડવોકેટ તેમજ ભોગ બનનાર ખેડૂતો દ્વારા ફરિયાદ નોંધવા રજૂઆત કરવામાં આવી