વિશ્વ પર્યાવરણ દિવસ,વટવામાં 58 હજાર વૃક્ષ લગાવવાનો સંકલ્પ તમામ ઉદ્યોગપતિઓ પર્યાવરણ કાર્યક્રમમાં જોડાયા
. વધતું જતું પ્રદૂષણ વૈશ્વિક ચિંતાનો વિષય બની રહ્યો છે. પ્રદૂષણને અટકાવવા માટે વૃક્ષારોપણ એકમાત્ર વિકલ્પ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસે વટવા જીઆઇડીસી ખાતેના નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રીન એન્વાયરમેન્ટ ના અધ્યક્ષષ બીપીન પટેલ ના દ્વારા વટવામાં 58000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. 58000 વૃક્ષો વાવી વટવામાં ઉપવન બનાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હોવાનું નોવેલના પ્રેસિડેન્ટ ભુપેન્દ્રભાઈ પટેલ અને વટવા ગ્રીન એન્વાયરમેન્ટ ના પૂર્વ પ્રેસિડેન્ટ બિપીન પટેલ તથા યોગેશ પરીખે જણાવ્યું હતું.
યોગેશ પરીખે જણાવ્યું હતું.અમદાવાદની વિવિધ જીઆઇડીસી અને ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સતત વૃક્ષો વાવવા માટે ઉદ્યોગપતિઓ દ્વારા હાકલ કરવામાં આવી રહી છે.