ટોક્યો જાપાન ખાતે ચાલુ વર્ષે યોજાનાર ઓલમ્પિક 2020 અન્વયે ભારત દેશના ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિન મળી રહે તે હેતુથી ભારત સરકારના ખેલ મંત્રાલય દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત #cheer4 india કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું છે. જે અન્વયે જુદા જુદા શહેરોમાં ઓલમ્પિક લોગો સાથેના સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે શહેરમાં આવેલા રિવરફ્રન્ટ હાઉસ પાસે સેલ્ફી પોઇન્ટ ઉભો કરાયો. જેનું આજે મેયર કિરીટ પરમાર. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ. ડેપ્યુટી મેયર ગીતાબેન. સતાપક્ષ નેતા ભાસ્કર ભટ્ટ અને સ્પોર્ટ્સ મેન રહી ચુક્યા હોય તેવા દંડક અરુણસિંહ રાજપુતે ઓપનિંગ કર્યું. તેમજ નાગરિકો સોસીયલ મીડિયા પર #cheer4 india કેમ્પઈન ઉપર સેલ્ફી પોસ્ટ કરી ને ગુજરાતના તેમજ ભારતના ખેલાડીઓને પ્રોત્સાહિત કરે તેવો પ્રયાસ કર્યો.
23 જુલાઈ ના રોજ ટોકિયોમાં યોજાનાર ઓલમ્પિક અને પેરા ઓલમ્પિક 20 – 20 ગેમ્સ માં ગુજરાત રાજ્યની 6 મહિલા ખેલાડીની પસંદગી થઈ છે. જે રાજ્ય માટે ઐતિહાસિક સિદ્ધિ છે. આ અગાઉ ગુજરાત રાજ્ય તરફથી હોકી ગેમ્સમાં ગોવિંદરાવ સાવંત દ્વારા 1960 રોમ ઓલિમ્પિકમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ તેની અગાઉ ખેલાડી શંકરરાવ થોરાટ કુસ્તી ગેમમાં 1936માં ભારત દેશ તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. જે દેશ અને રાજ્ય માટે ગર્વની વાત છે.
2020 ટોકિયો ઓલમ્પિક ગેમ્સમાં નીચે મુજબના મહિલા ખેલાડી ક્વોલિફાય થયેલ છે.
- પારુલ પરમાર. પીઆ બેડમિન્ટન
- ભાવના પટેલ. પેરા ટેબલ ટેનિસ
- સોનલ પટેલ. પેરા ટેબલ ટેનિસ
- અંકિતા રૈના. ટેનિસ
- માના પટેલ. સ્વીમર
- ઇલાવેનિલ વાલારીવાન. શૂટિંગ