અમદાવાદ: 12 જુલાઇએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરી હતી. રથયાત્રા દરમિયાન કોઇ પણ વ્યક્તિ જોડાશે નહી. રથયાત્રાનું દૂરદર્શન ટી વી ચેનલ પર લાઇવ પ્રકાશિત કરવામાં આવશે.જાડેજાએ કહ્યુ કે, કોવિડ પ્રોટોકોલનું જતન કરીને રાજ્ય સરકારે જે નિર્ણય લીધા છે તેમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ કોવિડ ગાઇડલાઇનના રથયાત્રા નીકળશે. રથયાત્રાના સમગ્ર માર્ગ ઉપર રથયાત્રાના રૂટ પર કરફ્યૂનો અમલ થશે. પહિંદ વિધિ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પહિંદ વિધિ કરીને પછી રથનું પ્રસ્થાન કરવામાં આવશે. આ ચિંતા કરી રહ્યા છીએ તેનું કારણ રાજ્યમાં બીજી કોરોનાની લહેરનો આપણને સૌને અનુભવ છે અને જે સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર અત્યારે આગોતરૂ આયોજન કરી રહ્યુ છે તેમાં આના કારણે કોઇ સમસ્યા ઉભી ના થાય તે માટેના પ્રોટોકોલ રાખવામાં આવ્યા છે. રસ્તામાં આવતી પોળોના ભાગ કે અન્ય ભાગ હોય ત્યા લોકોને વિનંતી કરૂ છું કે સમગ્ર રથયાત્રા દૂરદર્શન દ્વારા લાઇવ કવરેજ કરવામાં આવશે. જેથી કરીને સામાન્ય પરંપરા એવી હોય છે કે રથયાત્રામાં પોતાના સગા-વ્હાલા જુદી જુદી પોળમાં એકત્રિત થતા હોય છે અને સમૂહ ભોજનના કાર્યક્રમ કરતા હોય છે. કોવિડ ગાઇડલાઇનના પરવાનગી પ્રમાણે કોઇએ રોડ પર આવીને દર્શન કરવાના નથી.
5 જેટલા વાહનો જેમાં રથયાત્રાની પરંપરાગત ઓળખ છે નિશાન, ડંકા, ત્રણ જેટલા રથ મહંત અને ટ્રસ્ટીના મહંત સાથે પાંચ વાહનોને જ પરવાનગી આપવામાં આવશે. રથયાત્રા જે પરંપરાગત રીતે જે ખલાસીઓ રથયાત્રા ભગવાન જગન્નાથજીના રથ ખેચતા હોય છે તેમણે પણ 48 કલાક પહેલા આરટીપીસીઆર નેગેટિવ અને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઇએ. જો બન્ને ડોઝ લીધા હોય તેવા ખલાસીને અગ્રિમતા આપવામાં આવશે. આ રથો વચ્ચે નિયત માત્રાની અંદર અંતર રહે અને રથની ઉપર પણ પૂજારી ઉપરાંત તેના વ્યવસ્થાપક નક્કી કરેલ લોકો વગર કોઇ ઉપસ્થિત ના રહે તેવી સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કોર કમિટીની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયના આધારે અમલીકરણ કરવામાં આવશે. અમદાવાદ શહેરની રથયાત્રા છે જે અમદાવાદ નીજ મંદિરથી નીકળીને સરસપુરમાં નિયત કરેલા સમયની અંદર એટલા જ લોકો ઉપસ્થિત રહેશે.