જગન્નાથજીનું મામેરું, મોસાળ સરસપુરમાં ભક્તએ ઉત્સાહ સાથે સાથે દર્શન કર્યા

જગન્નાથજીનું મામેરું, મોસાળ સરસપુરમાં ભક્તએ ઉત્સાહ સાથે સાથે દર્શન કર્યા

Views: 107
0 0
Spread the love

Read Time:2 Minute, 9 Second

અમદાવાદ,:અમદાવાદમાં મોસાળ સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાન જગન્નાથનું મામેરૂ યોજાયું છે. અમદાવાદમાં ભગવાનના મોસાળમાં મામેરાના દર્શન ભકતો માટે ખુલ્લા મુકાયા છે. ભક્તો ભગવાનના મામેરાના દર્શન સાંજના આઠ વાગ્યા સુધી કરી શકશે. આ વખતે ભગવાનને મરાઠી પહેરવેશના વાઘા ધરાવવામાં આવ્યા છે. મામેરાના દર્શન માટે ભકતો બપોરના ૧૨ વાગ્યાથી લાઇનમાં ઊભા હતા. ભગવાનને મામેરામાં વાઘામાં સોનાનો ઢોળ ચઢાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર, સોનાની બુટ્ટી, ચુની, વીંટી, ચાંદીની પાયલ- આપવામાં આવી. આ વર્ષે મહારાષ્ટ્રીયન સ્ટાઇલના મામેરાના વાઘામાં ૫ રંગ લીલો, લાલ, કેસરી, વાદળી અને પીળો રંગ પસંદ કરવામાં આવ્યો છે. વાઘાનું કાપડ સુરતથી લાવી તેમાં કચ્છીવર્ક, જરીવર્ક, એમ્બ્રોઇડરી મોતીવર્ક અને સ્ટોન વર્ક કરીને રજવાડી વાઘા તૈયાર કરાયા છે. આ વાઘા બનાવવા માટે ૬૦થી ૭૦ મીટર કાપડનો ઉપયોગ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે,

ઉલ્લેખનીય છે કે, CM રૂપાણી દ્વારા અમદાવાદની રથયાત્રાને લઇને મોટો નિર્ણય લેવાઇ શકે છે

કારણ કે તાજેતરમાં જ અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સહિતના અન્ય આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. મંદિરના ટ્રસ્ટીઓ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રથયાત્રાનું આમંત્રણ આપવા પહોંચ્યા છે. કોરોનાના કારણે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે સરકાર રથયાત્રાને કેટલાક નિયમો સાથે મંજૂરી પણ આવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
અમદાવાદ ગુજરાત ધર્મ દર્શન