સાબરમતી રિવરફ્રન્ટમાં બંને કાંઠે મ્યુનિ. તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયાં છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વહેલામાં વહેલી તકે ઉપયોગી થાય તેની યુવાવર્ગ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. તેની એન્ટ્રી ફી તેમજ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટની બાબત હજુ નક્કી થઈ ન હોઈ તે ધૂળ ખાતાં પડ્યાં છે. દરમિયાન આજે સવારે મ્યુનિ. કોંગ્રેસના નેતા શહેઝાદ પઠાણે રિબિન કાપીને તેનું લોકાર્પણ કરતાં તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બીજી તરફ શાસક ભાજપ ઊંઘતો ઝડપાયો હતો.
રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે એનઆઇડીની પાછળ અને પૂર્વ કાંઠે શાહપુરના પાછળના ભાગે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાયાં છે.
જોકે આ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની એન્ટ્રી ફી કે અન્ય રમતો માટેની ફી નક્કી કરાઈ નથી. આને લગતો મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ હજુ અધ્ધરતાલ છે.આમ તો આ બાબતો બહુ જટિલ ન હોઈ શહેરના શાસકો ઝડપભેર નિર્ણય લઈને તેને લોકોપયોગી બનાવી શકત તેવો આક્ષેપ મ્યુનિ. કોંગ્રેસ દ્વારા કરાયો છે. મ્યુનિ. કોંગ્રેસનાં સૂત્રો વધુમાં કહે છે, ભાજપના શાસકો પાસે સ્પોર્ટ્સ સંકુલના ઉદ્ઘાટન માટે સમયનો અભાવ હોવાથી આજે સવારે પક્ષના નેતા શહેઝાદ પઠાણ દ્વારા રિબિન કાપીને યુવાઓ માટે ખુલ્લું મુકાયું હતું.
, વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે મીડિયા સાથેની વાતચીતમાં એવો આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા પાંચ મહિનાથી આ કોમ્પ્લેક્સ ધૂળ ખાતાં પડ્યાં હોઈ પ્રજાના ટેક્સનાં નાણાં વેડફાઈ રહ્યાં હતાં. એક તરફ રાજ્ય સરકાર રમતગમતને : પ્રોત્સાસન આપવાની મોટી મોટી વાતો કરે છે, બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુવાઓને ઉપયોગી થતાં નથી. એટલે યુવાઓની – લાગણીને માન આપીને તેને આજે – સવારે ખુલ્લાં મુકાયાં છે