ઘટનામાં નાણાં આપી છૂટીને આવેલા બિલ્ડરે ફરિયાદ કરી ઘટનામાં રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ
શહેરમાં વધુ એકવાર રૂપિયાની લેતી દેતીમાં બિલ્ડરના અપહરણની ઘટના સામે આવી છે. જે ઘટનામાં નાણાં આપી છૂટીને આવેલા ભોગ બનનાર બિલ્ડરે પોલીસ ફરિયાદ કરતા પોલીસે એક શખ્સને ઝડપી વધારે કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં કેવલ મહેતા નામના ફરિયાદી એ ફરિયાદ કરી કે તેઓ કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ ફરિયાદ કરી હતી કે, ૨૪ ડિસેમ્બરે તેઓમકરબા સ્થિત તેમના ઘરેથી રાણીપ ઓફિસે જતા હતા.દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો આવી ઘર પાસે થોડે દુર બે બાઇક સવાર આવી અકસ્માત કેમ સર્જ્યો તેમ કહીને માથાકુટ કરી હતી
કાર રોકી અને તે બીજું કંઈ સમજે તે પહેલાં એક ઇનોવા કાર આવી અને તેઓને તેમાં બેસાડી સાણંદ પાસે કે.ડી પાર્ટી પ્લોટ નજીક ખુલ્લી જગ્યામાં લઈ ગયા. જે દરમિયાન કારમાં રહેલા શખ્સોએ તેમની પાસે નાણાં માંગ્યા હતા.એક વ્યક્તિએ કેવલ મહેતા પર ચપ્પુ પણ ઉગામયુ હતું. જેમાં કેવલ મહેતાને ઇજા પણ થઈ હતી. જેને એક કલાક બાદ અપહરણ કર્તાઓએ છોડ્યો. જે બાદ કેવલ મહેતાએ ફરિયાદ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને સમગ્ર ઘટનામાં રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરી છે. આ ઉપરાંત રફીક અને અશોક અને તેના પુત્ર સહિત ઘટનામાં સંડોવાયેલા લોકોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.