માધવકોપર.લી.ભાવનગરના ચેરમેન નનલેશ પટેલની ધરકડ કરતી એ.ટી.એસ

માધવકોપર.લી.ભાવનગરના ચેરમેન નનલેશ પટેલની ધરકડ કરતી એ.ટી.એસ

Views: 100
0 0
Spread the love

Read Time:2 Minute, 38 Second

જીએસટી કરચોરી અંગે બહુચર્ચિત ભાવનગરમાં માધવ સ્ટીલના નીલેશ પટેલે અમદાવાદમાં ધરપકડથી બચવા માટે જીએસટી અધિકારીઓની ટીમ ૫૨ હુમલો કરીને નાસી ગયો હતો, જેની સામે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ સંદર્ભે જીએસટીના અધિકારીઓએ એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડનો સંપર્ક કરી ગુનેગારને ઝડપી લેવા માટે રજૂઆત કરી હતી

જુલાઇ-૨૦૨૧ મા સ્ટેટ જી.એસ.ટી દ્વારા રાજ્યમા મોટા પાયા પર સર્ચ સીઝરની કાર્યવાહી કરવામા આવેલ અને તેમા માલ અને સેવાના સપ્લાય વગર ફક્ત બીલ બનાવવાનુ અને માલ અને સેવાના સપ્લાય વિના ફક્ત બિલ બનાવી તે બીલ પર ટેક્ષ ક્રેડીટ(વેરા શાખ) લેવામા આવતો. જેમા ભાવનગર માથી સ્ટેટ જી.એસ.ટી દ્વારા મોટુ કૌભાંડ શોધી કાઢવામા આવેલ જેમા માધવ કોપર લી. ભાવનગરના ચેરમેન નિલેશ પટેલ દ્વારા ૭૬૨ કરોડનુ બીલીંગ કૌભાડ કરવામા આવેલ અને સ્ટેટ જી.એસ.ટી દ્વારા તેના ઘરે તથા ઓફીસ ખાતે સર્ચ અને સીઝરની કાર્યવાહી થયેલ અને તે પોતાની ધરપકડ ટાળવા સારૂ પ્રયત્નો કરતો રહેલ. દરમ્યાન સ્ટેટ જી.એસ.ટી દ્વારા તા.૨૦/૨/૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે તેની ધરપકડના પ્રયત્નો કરતા તે તેમની ગાડીને ટક્કર મારી ભાગી ગયેલ. તે બાબતે એલીસબ્રીજ પો.સ્ટે ખાતે ગુનો દાખલ થયેલ છે.

ઉપરોકત આરોપીએ સરકાર સાથે ખુબ મોટા પ્રમાણમાં કર ચોરી કરી સરકારી અધિકારીઓની કાયદેસરની કાર્યવાહીમાં રૂકાવટ ઉભી કરી તેઓને ગંભીર ઇજા પહોચાડી ગભીર ગુનો કરેલ. ઉપરોકત આરોપી બાબતે એ.ટી.એસ ના મદદનીશ પોલીસ કમિશ્નર ભાવેશ રોજીયાને મળેલ બાતમી આધારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઈન્સપેક્ટર સંજય પરમાર નાઓની ટીમ દ્વારા આરોપી નિલેષ નટુભાઇ પટેલ રહે.પટેલ પાર્ક, એરપોર્ટ રોડ, ભાવનગરનાને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે જી.એસ.ટી. વિભાગ અમદાવાદને સોપેલ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
crime અમદાવાદ ગુજરાત