મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલની સાથો સાથ નવીન RT-PCR ટેસ્ટિંગ લેબ, નવીન ડાયાલિસિસ સેન્ટર અને ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું
અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય રાજયમંત્રી ડો મહેન્દ્રભાઈ મુંજપરા અને રાજ્ય મંત્રી શ્રીમતી નિમીષા બેન સુથાર ની પ્રેરક ઉપસ્થિતિ.મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલની સાથો સાથ નવીન RT-PCR ટેસ્ટિંગ લેબ, નવીન ડાયાલિસિસ સેન્ટર અને ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું
કોરોના કાળની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલનું નિર્માણ કરાયું
નવનિર્મિત ૭૫ બેડની હોસ્પિટલમાં વિરમગામ સહિતના આસપાસના તાલુકાના લોકોને આરોગ્ય સેવાઓ વધુ સરળતાથી મળી રહેશે