ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયો.
, ભાજપા અનુસુચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી ગુરુ રવિદાસજીની 645મી જન્મજંયતી નિમિત્તે રાજયના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશના મહામંત્રી ઓ પ્રદિપસિંહ વાઘેલા, રજનીભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયા તેમજ પ્રદેશના હોદેદાર ઓ,ધારાસભ્ય ઓ,મંત્રી ઓ ની હાજરીમાં તારીખ 16 ફેબ્રુઆરી 2022 ના રોજ વિક્રમ સંવત 2078 મહાસુદ પૂનમના દિવસે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત સંત શિરોમણિ રવિદાસજીની પ્રતિમાને પુષ્પ અર્પણ સાથે કરવામાં આવ્યા હતો.
કાર્યક્રમમાં અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું સ્વાગત કર્યુ. મોરચા દ્વારા સંત શિરોમણી રવિદાસજીના જીવન ચરિત્રની બુક કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોને આપવામાં આવી સાથે સંત શિરોમણી રવિદાસજીના જીવન ચરિત્ર પર ગુજરાતી ભાષામાં વિશ્વની પ્રથમ ઓડિયો બુક ભાજપના અનુસુચિત જાતિ મોરચા દ્વારા તૈયાર કરવામાં આવી હતી જેનું વિમોચન રાજયના મુખ્યમંત્રી ના વરદ હસ્તે કરવામાં આવ્યું . ભાજપા અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજાજીએ મોરચાના આગામી કાર્યક્રમ અંગે માહિતી આપી કે મોરચા દ્વારા 13 થી 20 ફેબ્રુઆરી દરમિયાન સંત રવિદાસજીની જન્મજંયતી ઉજવણી સપ્તાહ ઉજવાયું રહ્યું છે તે અંતર્ગત દેરક જિલ્લા અને મહાનગરોમાં ઉજવણીના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધનમાં જણાવ્યું કે, આજે સંત શિરોમણી ગુરુ રવિદાસજીની સમાજમાં સમરસ્તા, સદભાવના અને બંધુત્વના પ્રણેતા હતા. આપણા આદરણીય વડાપ્રધાનશએ સર્વઘર્મ સમભાવની જે વિચારઘારા આપી તેના મૂળમાં જો કોઇ રહ્યુ હોય તો તે સંત રવિદાસ છે. તેમનું જીવન દરેકને સમાન અધિકાર અને ન્યાય આપવા સમર્પિત અને સમાજને એક તાંતણે બાંઘવા અનેક ઉદેશ આપ્યા છે. સંત રવિ દાસજીએ તેમના વિચાર અને રચનાઓથી સમાજ કલ્યાણ અને આધ્યાત્મિક ચેતનાનો નવો માર્ગ આપણને સૌને બતાવ્યો છે. તેઓ સપષ્ટ માનતા કે જીવનામાં કોઇ ઉચ નિચ છુત અછુત હોતુ નથી તેઓ છુત અછુત જાત ભાત સામે જીવનભર અવાજ ઉઠાવતા રહ્યા તે આજે પણ આપણા માટે પ્રેરણા દાઇ છે. આપણે સંતશ્રી રવિ દાસજીના જીવન સંદેશને અપનાવી જનકલ્યાણના કામો કરવાના છે. હજુ પણ સમાજમાં નાની મોટી ગેર માન્યતાઓ કુપ્રથાઓ પ્રવર્તે છે તેને દુર કરવા સંતશ્રી ના વિચારોને વધુ વ્યાપક અને પ્રવર્તમાન થાય તે સમયની માંગ છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રેરણાથી કાશીમાં સંત રવિદાસ મહારાજનું ભવ્ય સ્મૃતી સ્થળનું નિર્માણ થઇ રહ્યુ છે.