80 અને 90 ના દાયકામાં ભારતમાં ધૂમ મચાવનાર ડિસ્કો ડાન્સર સંગીત લોકપ્રિય બનાવનાર સંગીતકાર અને ગાયક બપ્પી લાહિરીનું આજે મુંબઈની ક્રિટિકેર હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજોશીએ પીટીઆઈને જણાવ્યું હતું કે “લહેરીને એક મહિના માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે રજા આપવામાં આવી હત મંગળવારે તેમની તબિયત બગડતાં તેમના પરિવારજનો ડૉક્ટરને તેમના ઘરે લઈ ગયા. તેમને કૉલ કરવામાં આવ્યો હતો અને તેમને પાછા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી. અડધી રાતના થોડા સમય પહેલા ઓએસએ ઓક્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાને કારણે તેમનું અવસાન થઇ ગયું હતું.
ભારતમાં ડિસ્કો કિંગ તરીકે વ્યાપકપણે જાણીતા બપ્પી લાહિરીનો જન્મ 1952માં પશ્ચિમ બંગાળના કલકત્તામાં શાસ્ત્રીય સંગીતની સમૃદ્ધ પરંપરા ધરાવતા પરિવારમાં થયો હતો. તેણે 19 વર્ષની નાની ઉંમરે સંગીત નિર્દેશક તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા, અપરેશ લાહિરી એક પ્રખ્યાત બંગાળી ગાયક હતા અને તેમની માતા, બંસરી લાહિરી એક સંગીતકાર અને ગાયિકા હતી જેઓ શાસ્ત્રીય સંગીત અને શ્યામા સંગીતમાં સારી રીતે વાકેફ હતા.
તેમને બંગાળી ફિલ્મ દાદુ (1972)માં ગાવાની પ્રથમ તક મળી અને પ્રથમ હિન્દી ફિલ્મ જેના માટે તેમણે સંગીત આપ્યું તે લિટલ શિકારી (1973) હતી.