સમગ્ર રાજ્યમાં રોજબરોજ કોઇને કોઇ વિસ્તારમાં હત્યા, ખૂન, લૂંટ, દુષ્કર્મ અપહરણ સહિતનાં ગંભીર ઘટનાઓની હારમાળા સામે આવી રહી છે. ગૃહ રાજયમંત્રીનાં વિસ્તારમાં રોજ ગંભીર ગુન્હાઓ બની રહ્યા છે. સુરતના કામરેજ વિસ્તારમાં એકવીસ વર્ષની દિકરીનું ગળું કાપીને હત્યા કરવાની કમકમાટી ભરી ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષે અમદાવાદમાં આશ્ચર્યજનક કાર્યક્રમમાં કાયદો – વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને ગૃહમંત્રીની નિષ્ફળતાઓ અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે રાજ્યના ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે તેવા સુરતમાં દિકરીનું ગળુ કાપી નિર્મમ હત્યા, અને એક જ અઠવાડિયામાં સાત જેટલા જુદા જુદા ખુન – હત્યાઓ ભાજપ સરકારના શાસનમાં કાયદો – વ્યવસ્થામાં સદંતર નિષ્ફળતા દર્શાવે છે. સુરક્ષિત ગુજરાત – – સલામત ગુજરાતની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની બહેન – દિકરીઓ અસલામત છે ત્યારે પોતાની જવાબદારીમાં સદંતર નિષ્ફળ નિવડેલા રાજ્યના ગૃહમંત્રી એ રાજીનામું આપી દેવુ જોઈએ. ક્યાં સુધી ગુજરાતમાં બહેન – દિકરીઓ ઉપર બળાત્કાર, દિનદહાડે લૂંટ – હત્યાઓનો સીલસીલો ચાલુ રહેશે ? તેનો જવાબ ભાજપ સરકાર આપે .
ગુજરાતમાં ડ્રગ્સની સતત વધી રહેલી તસ્કરી, દિવસે દિવસે વધી રહેલી ખૂન – હત્યા – લૂંટ અને બહેન – દિકરીઓ ઉપર બળાત્કાર દુષ્કર્મના બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ ગૃહમંત્રી એ.સી. કેબીનમાં બેસી સબ સલામતના ગાણા ગાવાનું બંધ કરે. આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ ખાડે ગઈ છે. ખુલ્લે આમ કાયદો ભંગ કરનારાઓનો ગુંડા રાજ બન્યું છે. પોલીસ પ્રશાસન સરકારનો આવા તત્વો ઉપર કોઈપણ જાતનો ડર રહ્યો નથી. એ પ્રસ્થાપિત થાય છે કે ભાજપ સરકાર ‘સુરક્ષીત ગુજરાત – સલામત ગુજરાતલ ની માત્ર વાતો કરે છે. પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકોની ફરિયાદો નોંધાતી નથી. બીજીબાજુ અસામાજિક તત્વો અને વહિવટદારોએ પોલીસ સ્ટેશનનો કબજો કર્યો છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર જનતાની સુરક્ષા અંગે મોટી મોટી જાહેરાતો કરે છે ત્યારે રાજ્યમાં બેફામ ગુંડારાજથી ગુજરાતના નાગરીકને સુરક્ષા ક્યારે મળશે ? જેનો જવાબ ગાંધી – સરદારના ગુજરાતમાં નાગરીકો જાણવા માંગે છે.અમદાવાદ ખાતે રાજ્યમાં કાયદો – વ્યવસ્થાની કથળતી સ્થિતિ ઉજાગર કરતો આશ્ચર્યજનક કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, એન.એસ.યુ.આઈ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાજપ સરકારની નિષ્ફળતા અંગેના સુત્રોચ્ચાર કર્યા હતા
સમગ્ર રાજ્યમાં રોજ સવાર । પડે અને કોઇને કોઇ વિસ્તારમાં ” હત્યા, ખૂન, લૂંટ, દુષ્કર્મ અપહરણ સહિતનાં ગંભીર ઘટનાઓની । હારમાળા સામે આવી રહી છે. ગૃહ । રાજયમંત્રીનાં વિસ્તારમાં રોજ । ગંભીર ગુન્હાઓ બની રહ્યા છે. ત્યારે કામરેજમાં એકવીસ વર્ષની દિકરીનું – ગળું કાપીને હત્યા કરવાની કમકમાટી – ભરી ઘટના સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. રાજ્યમાં જુદા જુદા વિસ્તારમાં બની રહેલી ઘટનાથી ભય અને ડરનો માહોલ ઉભો થયો છે. ત્યારે કોંગ્રેસ પક્ષનું તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીયમંત્રી, ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, પ્રતાપ દુધાત, ધારાસભ્ય સાવરકુંડલા, – અંબરીશ ડેર, ધારાસભ્ય રાજુલા, આનંદ ચૌધરી, ધારાસભ્ય અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, ગીતાબેન પટેલ કોંગ્રેસ આગેવાન, પ્રફુલ – તોગડિયા (૫૫ન), પૂર્વ નેતા સહિતનું વરિષ્ઠપ્રતિનિધિ મંડળ ભોગ બનનાર વિધાર્થીનીનાં પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી તેમજ સુરત ખાતેની દિકરીની અંતિમયાત્રામાં જોડાયા હતા સાથો સાથે સમગ્ર બનાવ અંગે પરિવાર તેમજ સ્થાનિકો પાસેથી બનેલી દુઃખદ ઘટના અને કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિ અંગે વિગતો મેળવી હતી. કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં – સુરતની દિકરીને ન્યાય અને આરોપીઓને સખત સજા થાય, । કથળતી કાયદો – વ્યવસ્થા અંગે રજુઆત કરવામાં આવશે.