ભાજપના નેતા અને પૂર્વ મંત્રી આઇ.કે જાડેજાને હાર્ટઅટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ નેતા આઇ.કે. જાડેજાની તબિયત લથડતા યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર આઈ કે જાડેજાની તબિયત સ્થિર હોવાનું ડોક્ટર્સનું કહેવું છે. જો કે, રિપોર્ટ આવ્યા બાદ આગળની. સારવાર કરવા અંગે નિર્ણય લેવાશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઈ કે જાડેજાએ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન તમામ કાર્યક્રમોમાં હાજરી આપી હતી, કમલમ ખાતે ધારાસભ્યો અને મંત્રીઓની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો તે અંગે તેમણે ટ્વિટ પણ કર્યું છે. કાર્યક્રમ સમાપ્ત થયા બાદ તેમની તબિયત લથડતા પરિવાર ટેન્શનમાં છે. તેમના હેલ્થ અંગે હજી સુધી વધુ કોઈ માહિતી મળી નથી. સમગ્ર મામલે વધુ વિગતોની રાહત જોવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ હાર્ટઅટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, એન્જિયોપ્લાસ્ટી બાદ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે