સરકારી જમીનો પરના દબાણો દુર કરવા જિલ્લા કલેક્ટર  સંદિપ સાગલેની સ્પષ્ટ સૂચના

સરકારી જમીનો પરના દબાણો દુર કરવા જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની સ્પષ્ટ સૂચના

Views: 92
0 0
Spread the love

Read Time:3 Minute, 36 Second

અમદાવાદ જિલ્લામાં પર્યટનને વેગ આપવા નળ સરોવર અને મુનસર તળાવને વધુ વિકસાવવા જિલ્લા કલેક્ટર ની તાકીદ 

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી માર્ચ મહિનાની જિલ્લા સંકલનની બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ અધિકારીઓને સરકારી જમીનો પરના દબાણ દુર કરવા માટે કડક સૂચના આપી હતી.ધારાસભ્ય ઓએ સરકારી જમીન પરના દબાણોના પ્રશ્ને રજૂઆત કરતા કલેક્ટર એ કડક વલણ અખત્યાર કરતાં સંબંધિત અધિકારી ઓને આ મુદ્દે પરિણામલક્ષી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જિલ્લાના ધારાસભ્ય ઓએ જિલ્લાના રસ્તા,વીજળી, પાણી, બસસેવા, આરોગ્ય જેવા મુદ્દે અસરકારક રજૂઆત કરી હતી, જેનો અમદાવાદ જિલ્લા કલેક્ટર એ હકારાત્મક પ્રતિસાદ આપી સંકલનમાં ઉપસ્થિત અધિકારીઓને એક્શન અને ફોલો-અપ પર ધ્યાન કેન્દ્રીત કરવા કહ્યું હતું

ધારાસભ્ય દ્વારા મુનસર તળાવના વિકાસ માટે કરાયેલી રજૂઆત સંદર્ભે જિલ્લા કલેક્ટર એ નળ સરોવર અને મુનસર તળાવને પર્યટનની દ્રષ્ટીએ વધુ વિકસાવવા સંબંધિત અધિકારી ઓ ને પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ સાથે સંકલન સઘન સાધી આ સ્થળોના વિકાસને પ્રાથમિકતા આપવાની સૂચના આપી હતી. અમદાવાદ જિલ્લા કલેક્ટર એ વિવિધ વિભાગના ઉપસ્થિત અધિકારી ઓને   ધારાસભ્ય ઓની રજૂઆતોનો ઝડપી અને પરિણામલક્ષી નિકાલ કરવા માટે તાકીદ કરી હતી. તેમણે CM DASHBOARD અને સ્વાગત ઓનલાઈનમાં આવતા પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું. 

  અમદાવાદ જિલ્લા સંકલન બેઠક : મનોમંથનના મુદ્દા
• સરકારી જમીન પરના દબાણ દૂર કરવા
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જરૂરિયાતમંદોને મકાન ફાળવણી
જિલ્લાના પર્યટન સ્થળોનો વિકાસ- ખાસ કરીને નળ સરોવર, મુનસર તળાવ
કોરોનાકાળ બાદ વિવિધ વિસ્તારોમાં બસ-સેવા પુન: શરુ કરવી
આયુષ્યમાન ભારત કાર્ડ માટે અરજદારોને સુવિધા પૂરી પાડવી
વૃદ્ધ-નિરાશ્રિતોને આર્થિક આધાર પૂરો પાડવો
ખેડૂતોને પાકરક્ષણ માટે પરવાના આપવા

નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ પ્રાંત અધિકારી ઓને સ્થાનિક કક્ષાએ  (ગ્રામ્ય અને તાલુકા સ્તરે)  જ પ્રશ્નોનો ઉકેલ આણવા માટે સૂચના આપી હતી.   જિલ્લા સંકલનની બેઠકમાં અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુબહેન પઢાર,ધારાસભ્ય સર્વ બાબુભાઈ જમનાભાઈ પટેલ, કિશોરભાઈ ચૌહાણ, લાખાભાઈ ભરવાડ, ઈમરાન ખેડાવાલા, બલરાજભાઈ થાવાણી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં   અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓ પણ સહભાગી થયા હતા.   

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
News અમદાવાદ ગુજરાત