આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા વચ્ચે બેઠક યોજાઈ હતી. ગુજરાતના આદિવાસી સમાજમાં બીટીપીના નેતા છોટુ વસાવા અને મહેશ વસાવા મજબૂત વર્ચસ્વ ધરાવે છે ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજનો ટેકો મેળવવા આમ આદમી પાર્ટી બીટીપી સાથે ગઠબંધન કરે તો નવાઈ નહીં. જોકે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.
AAP ગુજરાતના અગ્રણી નેતા ઈસુદાન ગઢવી પણ હતા. ઇસુદાન ગઢવીએ મીટીંગની વિગતે વિગત આપતા જણાવ્યું હતું. “આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે. ટ્રાઈબલ પાર્ટી ઓફ ઈન્ડિયા વર્ષોથી આદિવાસી સમાજના અધિકારો માટે લડત ચલાવી રહી છે.અમે ભારતીય ટ્રાઈબલ પાર્ટીના માનનીય છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા જીને મળ્યા. જ્યારે તેમણે અમને કહ્યું કે કોંગ્રેસ અને ભાજપે આટલા વર્ષો સુધી આદિવાસીઓ માટે કંઈ કર્યું નથી, ત્યારે અમે તેના વિશે વિચાર્યું અને અમે અમારા સંગઠન મંત્રી અર્જુનભાઈ રાઠવા સાથે અરવિંદ કેજરીવાલને મળ્યા. મહેશ વસાવાજીએ આદિવાસી સમાજના પ્રશ્નો અરવિંદ કેજરીવાલને જણાવ્યું. અરવિંદ કેજરીવાલજીએ અમને આદિવાસી સમાજના પ્રશ્નો વિશે વિગતવાર સમજવા કહ્યું.અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો લોકોને ખોટા વચનો આપતા આવ્યા છે,
બીટીપીના સ્થાપક છોટુ વસાવા ઝઘડિયાના અને તેમના પુત્ર મહેશ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે. બીટીપીને સાથે રાખી આપ આગામી ચૂંટણીમાં આદિવાસીઓમાં પગ પેસારવા માગે છે. આ માટે જ મહેશ વસાવા અને કેજરીવાલ વચ્ચે મુલાકાત ગોઠવાઈ હતી.