નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ ચર્ચા કરીને તેમને પરીક્ષાની તાણમાંથી કઈ રીતે બહાર નીકળવું તે અંગે સલાહ આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પરીક્ષા પે ચર્ચા ૨૦૨૨ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષાને તહેવારની જેમ મનાવવાની સલાહ આપી છે. વડાપ્રધાને કહ્યુ કે, એપ્રિલ મહિનો તહેવારોનો મહિનો છે. પરંતુ જ્યારે આ તહેવારને મનાવો ત્યારે આપણે પરીક્ષા પર પણ ધ્યાન આપવું જોઈએ. આમ, શા માટે પરીક્ષાને તહેવારની જેમ ઉજવી ના શકાય. પીએમએ પરીક્ષા પે ચર્ચામાં તેમણે સોશિયલ મીડિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઓનલાઈન અભ્યાસ દરમિયાન તમે રીલ જુઓ છો? તેવો સવાલ પણ એક વિદ્યાર્થીને પૂછ્યો હતો. મોદીએ વિદ્યાર્થીઓ સાથે લાંબી ચર્ચા કરીને તેમને પરીક્ષાની તાણમાંથી કઈ રીતે બહાર નીકળવું તે અંગેની સલાહ આપી છે.પરીક્ષાઓમાં થતી ચોરી પર તેમણે કહ્યું કે, મિત્રો, કાપલી કરવાની જરુર નથી. તમે જેટલું કરી શકો છો એટલું સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરો અને તમારામાં વિશ્વાસ રાખો, તમે તમારી પરીક્ષાને તહેવારના મૂડમાં આપી શકશો.
તેમણે આજના સમયમાં લોકો સતત સ્ક્રીન સાથે ચોંટેલા રહે છે તે બાબતે સલાહ આપી કે, જેટલું આઈપેડ, મોબાઈલ ફોનની અંદર ઘૂસવાની મજા આવે છે, તેનાથી હજાર ગણો આનંદ પોતાની અંદર ઘૂસવાનો હોય છે. દિવસમાં કેટલોક સમય એવો કાઢો કે જ્યારે તમે એક વિદ્યાર્થી સાથે વાત કરતી વખતે તેમણે સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કર્યો. જેમાં તેમણે વિદ્યાર્થીને પૂછ્યું કે, તમે ઓનલાઈન અભ્યાસ કરો છો તો શું ખરેખર ભણો છો કે પછી રીલ જુઓ છો? વડાપ્રધાને કહ્યું કે આજે આપણે ડિજિટલ ગેજેટ્સના માધ્યમથી સરળ રીતે અને વ્યાપક રીતે નવી વસ્તુઓ શીખી શકીએ છીએ. આપણે તેની ખુશી મનાવવી જોઈએ, નહીં કે સમસ્યા. આપણે કોશિશ કરવી જોઈએ કે ઓનલાઈન અભ્યાસને આપણે એક રિવોર્ડ તરીકે આપણા ટાઈમ ટેબલમાં રાખી શકીએ છીએ.તેમણે આગળ કહ્યું કે, વાંધો ઓનલાઈન કે ઓફલાઈનનો નથી, ક્લાસમાં પણ ઘણી વખત એવું થતું હશે કે તમારું શરીર ક્લાસમાં
આજે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ થી દેશભર ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરીને છાત્રો નો ઉત્સાહ વધાર્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું તે વેળા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય માં વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,શિક્ષણ સચિવ વિનોદ રાવ તેમજ શાળા પરિવાર પણ આ વેળાએ ઉપસ્થિતિ રહ્યા હતા
પ્રધામંત્રીએ એક વિદ્યાર્થી સાથે વાત કરતી વખતે તેમણે સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કર્યો. જેમાં તેમણે વિદ્યાર્થીને પૂછ્યું કે, તમે ઓનલાઈન અભ્યાસ કરો છો તો શું ખરેખર ભણો છો કે પછી રીલ જુઓ છો? વડાપ્રધાને કહ્યું કે આજે આપણે ડિજિટલ ગેજેટ્સના માધ્યમથી સરળ રીતે અને વ્યાપક રીતે નવી વસ્તુઓ શીખી શકીએ છીએ. આપણે તેની ખુશી મનાવવી જોઈએ, નહીં કે સમસ્યા. આપણે કોશિશ કરવી જોઈએ કે ઓનલાઈન અભ્યાસને આપણે એક રિવોર્ડ તરીકે આપણા ટાઈમ ટેબલમાં રાખી શકીએ છીએ.તેમણે આગળ કહ્યું કે, વાંધો ઓનલાઈન કે ઓફલાઈનનો નથી, ક્લાસમાં પણ ઘણી વખત એવું થતું હશે કે તમારું શરીર ક્લાસમાં હશે, તમારી આંખો શિક્ષક સામે હશે પરંતુ કાનમાં એક વાત નહીં જતી હોય કારણે તમારું મગજ ક્યાંક બીજે હશે.તેમણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વાલીઓને પણ પરીક્ષા પે ચર્ચામાં સમાવી લીધા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગાંધીનગરની આઠ શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહીને રાજભવન ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. રાજ્યપાલ શ્રી એ આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. આ પ્રસંગે શિક્ષણ વિભાગનાં અગ્ર સચિવ એસ. જે. હૈદર, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. રતનકંવર ગઢવીચારણ તેમજ ટેકનિકલ શિક્ષણ નિયામક એચ કે પંડ્યા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા