રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સમાજ અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારની પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના ૪૨મો સ્થાપના દિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવની યાત્રા’નું અમદાવાદના નિકોલ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી એ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આ દેશના યુવાનો ઉપર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંપૂર્ણ વિશ્વાસ છે ત્યારે આ યાત્રા ગુજરાતના દરેક યુવાનો સુધી ‘ આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’ નો મેસેજ પહોંચાડશે
આ યાત્રા ગુજરાતના દરેક યુવાનો સુધી ‘આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’ નો મેસેજ પહોંચાડશે : ભૂપે્દ્ર પટેલ
પાર્ટીના કાર્યકર્તાઓને સબોધતા કરતા મુખ્યમંત્રી એ જણાવ્યું કે, નરેન્દ્રભાઈ દ્વારા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને જે માર્ગદર્શન મળ્યું છે એ માર્ગદર્શનનું આપણે સૌએ પાલન કરવાનું છે.આપણે સૌએ સાથે મળીને દેશના વિકાસ યાત્રામાં ભાગીદાર બનવાનું છે અને નરેન્દ્રભાઈના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને સાકાર કરવાનો છે એમ મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઇ કોરાટે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા દેશના 75માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના અમૃત કાળનો સંદેશો યુવાનો સુઘી પહોચે અને યુવાનોમાં એક દેશ ભક્તિનું સંચાર થાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસથી અમદાવાદ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ યાત્રા ગુજરાતભરમાં આશરે 3 હજાર કિમી ફરી 80 વિઘાનસભા બેઠકો પર વિવિધ થિમો પર ટેબ્લો સાથે દેશ માટે શહિદ થયેલા અનેક વીરોના વિચારોને યુવાનો સુઘી પહોંચાડવાનું કામ યાત્રા દરમિયાન કરવામાં આવશે અને આશરે 400 જેટલા સ્થાનો પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ અવસરે રાજ્યકક્ષાના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સમાજ અને ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર, સર્વે ધારાસભ્ય ઓ, કોર્પોરેટર ઓ, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા તેમજ પ્રદેશના મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.