ફેક્ટરીના વિડિઓ ઉતારી બ્લેક મેલ કરવાની ધમકી આપી ત્રણ વાર 1,10,000 ઉઘરાવનાર બોગસ પત્રકાર સામે ફેકટરી માલિકે કણભા પોલીસમાં ફરિયાદ નોંધાવતા કણભા પોલીસે તપાસ કરી બોગસ પત્રકારને પકડી પાડ્યો છે.
કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાકરોલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ વચનામૃત એસ્ટેટમાં ફરીયાદીની ઠંડા પીણા બનાવવાની ફેક્ટરી આવેલ જે ફેક્ટરીના માલિક ફેક્ટરીનુ લોકેશન બદલેલ હોય જેથી ફરી.એ નવા લાયસન્સ માટે અરજી કરેલ હોય અને હાલમાં ફરી પાસે લાયસન્સ ના હોય આ તક નો લાભ લઇ આરોપીએ ફ્રી.ની ફેક્ટરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આરોપી પ્રેસ રીપોર્ટર રાઠોડભાઇ છુ તેવી ખોટી ઓળખ આપી પોતાનું સાચુ નામ છુપાવી તેમજ કેતનભાઇ નામના ઇસમ તથા બીજા ત્રણ અજાણ્યા માણસોએ પણ પ્રેસમાંથી આવે છે તેમ કહી અવાર નવાર ફરીયાદીની કંપની ઉપર જઇ ફરીયાદીને ધમકીઓ આપી
મોબાઈલ નંબર રેકોર્ડિંગથી પકડાયા કણભા પીઆઇ આર.એસ.શેલાનાએ જણાવ્યું કે આરોપીઓ અવારનવાર ફેકટરી માલિકને મોબાઈલ પર કોલ કરી પૈસા પડાવતા વિવિધ જગ્યાએ બોલાવતા આથી નંબરને આધારે તેમજ ફેકટરી માલિકે કરેલા વોઇસ રેકોર્ડિંગથી આરોપીઓ સુધી પહોંચ્યા હતા
જયેંદ્રસિંહ કરણસિંહ ચંડાવતનાઓએ હું પ્રેસ રીપોર્ટર રાઠોડભાઇ છુ તેવી ખોટી ઓળખ આપી સાચુ નામ છુપાવી આ મુદ્દે ફેકટરી માલિકે કણભા પોલીસમાં ફરીયાદ આપતા કણભા પોલીસ સ્ટેશનના પીઆઇ શેલાના એ ફરિયાદના આધારે તપાસ કરી જયેંદ્રસિંહ કરણસિંહ ચંડાવત (રહે. નરોડા અમદાવાદ)ને પકડી પાડી આરોપીની અટક કરી કોર્ટને હવાલે કર્યા છે.